નવી દિલ્હી : ભારતના મુખ્ય કોચ પુલેલા ગોપીચંદનું માનવું છે કે ભારતીય બેડમિન્ટન ઍસોસિઍશને (બીઍઆઇ) ઉંમરની સાથે ઘાલમેલ કરનારા ખેલાડીઓ પર પ્રતિબંધ મુકી દેવો જાઇઍ, કે જેથી ખોટું કરનારાઓ માટે દાખલો બેસાડી શકાય. ગોપીચંદે જણાવ્યું હતું કે મને લાગે છે કે તમારે ઍ નિર્ધારિત કરવા માટે દૃઢનિશ્ચયી અને મજબૂત દાખલાઓ બેસાડવાની જરૂર છે.
ગોપીચંદે કહ્યું હતું કે વય ઓછી કરવી ઍ ઍક ગુના જેવું કામ છે, તેથી ઍવું કરનારા ખેલાડીઓને પ્રતિબંધિત કરી દેવા જાઇઍ. ભારતીય રમતોમાં પોતાની વય સાથે ઘાલમેલ કરવી ઍ મોટી સમસ્યા છે, જેને પહોંચી વળવા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશન (ટીટીઍફઆઇ) જેવા ઍસોસિઍશને તેમાં કસુરવાર ઠરેલા ખેલાડીઓને પ્રતિબંધિત કરવાનું શરૂ કરી દીધું છે.
ભારતીય ટીમના માજી કોચ વિમલ કુમારનું માનવું છે કે ખેલાડીઓ પર પ્રતિબંધ મુકવો યોગ્ય નહીં ગણાય. સાઇના નેહવાલના આ કોચે કહ્યું હતું કે કોઇ ખેલાડી આવું કરે તો તેના પર બે કે ત્રણ વર્ષનો પ્રતિબંધ યોગ્ય ગણાશે. કાયમી સસ્પેન્શનથી પ્રતિભાને નુકસાન થશે. સાથે જ તેમણે કહ્યું હતું કે જો કોઇ ખેલાડી અંડર-17 અને અંડર-19 ટુર્નામેન્ટમાં મોટી વયનો હોવાનું જાણવા મળે તો તેને કોઇ વયજૂથમાં નહી પણ સીનિયર ટૂર્નામેન્ટમાં જ રમવાની મંજૂરી આપવી જાઇઍ.