શિયાન : ઍશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં મંગળવારે અહીં ભારતીય રેસલર બજરંગ પુનિયાઍ 65 કિગ્રાની કેટેગરીની ફાઇનલમાં કઝાકિસ્તાનના સયાતબેક ઓકસોવને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જો કે તેની સાથે જ ફાઇનલમાં પહોંચેલો પ્રવીણ રાણા ઇરાનના બહમાન મહંમદ તેમુરી સામે હારી જતાં તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે સત્વ્રત કાદિયાન ક્વાર્ટરમાં હાર્યો હોવા છતાં તેને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
પ્રવીણ ફાઇનલમાં હારતા સિલ્વર જ્યારે સત્યવ્રત કાદિયાન ક્વાર્ટરમાં હારવા છતાં બ્રોન્ઝ જીત્યો
આ પહેલા ભારતીય રેસલરોઍ પુરૂષોની ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી અને બજરંગ પુનિયા તેમજ પ્રવીણ રાણા ઍશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પોતપોતાની કેટેગરીની ફાઇનલમા પહોચી ગયા હતા. વિશ્વના નંબર વન રેસલર બજરંગ પુનિયાઍ ઉઝબેકિસ્તાનના સિરોજિદિન ખાસાનોવને 12-1થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યો હતો. તે પહેલા બજરંગે આ પહેલા ઇરાનના પેમેન બિયાબાની અને શ્રીલંકાના કે ચાર્લ્સ ફર્નને હરા્વ્યા હતા.
આ તરફ પ્રવીણ રાણાઍ 79 કિગ્રાની પોતાની કેટેગરીમાં કઝાકિસ્તાનના જી ઉસેરબાયેવને 3-2થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ્યો હતો અને તેના પહેલા પ્રવીણ રાણાઍ જાપાનના યૂતા ઍબે અને મોંગોલિયાના ટગ્સ અર્ડેનને હરાવ્યા હતા. જા કે ફાઇનલમાં તે ઇરાનના તૈમુરી સામે 3-0થી હારી ગયો હતો.
સત્યવ્રત કાદિયાન પણ 97 કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝમેડલ માટેની મેચમાં પ્રવેશ્યો છે. તે ક્વાર્ટર ફાઇનલમાં બતઝૂલ ઉલિઝસાઇખાનને હાર્યો હતો પણ મોંગોલિયાનો આ રેસલર ફાઇનલમાં પ્રવેશતા સત્યવ્રત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.