દુબઇ: સિઝનની અંતિમ સુપર સિરીઝ દુબઇ ફાઇનલ્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટનો બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં વિશ્વના ટોપ-8 બેડમિન્ટન ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. કિદામ્બી શ્રીકાંતે તથા પીવી સિંધૂ અનુક્રમે મેન્સ તથા વિમેન્સમાં ભારત તરફથી ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં બીજા ક્રમાંકિત શ્રીકાંતનો પ્રથમ મુકાબલો વિશ્વના ત્રીજા ક્રમાંકિત ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે થશે. ચોથી ક્રમાંકિત સિંધૂ પોતાની પ્રથમ મેચમાં ચીનની બિંગજાઓ સામે રમશે.
