આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલનો ભાવ ત્રણ વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી જતા ભારતમાં પેટ્રોલનોભાવ પંચાવન મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ અત્યાર સુધીની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.પાંચ વર્ષમાં સૌથી વધુ મોંઘુ થયુ પેટ્રોલ, ડીઝલ રેકોર્ડ સ્તર પર પહોંચ્યુ.
સઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડતા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓેઇલનો ભાવ પ્રતિ બેરલ ૭૪.૦૨ બેરલ થઇ ગયો છે. જે ૨૭ નવેમ્બર, ૨૦૧૪ પછીની સૌથી ઉંચી સપાટી છે. ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૃરિયાતના ૮૦ ટકા જથ્થાની આયાત કરે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધતા ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ વધી જાય છે.
વિશ્વબજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અવિરત તેજીના પગલે ઇંધણના ભાવ પણ આસમાને પહોંચી રહ્યાં છે. ચાલુ મહિનાના ૨૦ દિવસમાં લિટર દીઠ પેટ્રોલ ૫૦ પૈસા અને ડીઝલ ૯૦ પૈસા જેટલું મોંઘું થયું છે. ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા પ્રોડક્શન-કટની દહેશત અને બીજી બાજુ ગ્લોબલ ડિમાન્ડ વધતા આજે વિશ્વબજારમાં ઓઇલના ભાવ ઉછળીને સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ વધીને ૭૪.૦૨ ડોલર પ્રતિ બેરલ બોલાતો હતો. જે નવેમ્બર ૨૦૧૪ પછીની સૌથી ઊંચી સપાટી છે.