શિયાન : ભારતીય રેસલરોએ પુરૂષોની ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી અને બજરંગ પુનિયા તેમજ પ્રવીણ રાણા એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પોતપોતાની કેટેગરીની ફાઇનલમા પહોચી ગયા છે. વિશ્વના નંબર વન રેસલર બજરંગ પુનિયાએ ઉઝબેકિસ્તાનના સિરોજિદિન ખાસાનોવને 12-1થી હરાવ્યો હતો અને હવે 65 કિગ્રાની પોતાની કેટેગરીની ફાઇનલમાં તે કઝાકિસ્તાનના સાયાતબેક ઓકાસોવ સાથે બાથ ભીડશે.
બજરંગે આ પહેલા ઇરાનના પેમેન બિયાબાની અને શ્રીલંકાના કે ચાર્લ્સ ફર્નને હરા્વ્યા હતા.આ તરફ પ્રવીણ રાણાએ 79 કિગ્રાની પોતાની કેટેગરીમાં કઝાકિસ્તાનના જી ઉસેરબાયેવને 3-2થી હરાવ્યો હતો. તે હવે ફાઇનલમાં ઇરાનના બહમાન મહંમદ તૈમુરી સામે મેટ પર ઉતરશે. આ પહેલા પ્રવીણ રાણાએ જાપાનના યૂતા એબે અને મોંગોલિયાના ટગ્સ અર્ડેનને હરાવ્યા હતા.
આ ઉપરાંત 57 કિગ્રાની કેટેગરીમાં રવિ કુમાર બ્રોન્ઝ મેડલના પ્લેઓફમાં પહોંચી ચુક્યો છે, તેણે રેપચેઝમાં તાઇપેઇના ચિયા સો લિયુને હરાવ્યો હતો. હવે તે જાપાનના યુકી તાકાહાશી સામે રમશે. સત્યવ્રત કાદિયાન પણ 97 કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝમેડલ માટેની મેચમાં પ્રવેશ્યો છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં બતઝૂલ ઉલિઝસાઇખાનને હરાવ્યો હતો પણ મોંગોલિયાનો આ રેસલર ફાઇનલમાં પ્રવેશતા હવે સત્યવ્રત બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં પ્રવેશ્યો છે.