બેંગકોક : ઍશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના કવિન્દર બિષ્ટે વર્લ્ડ ચેમ્પિયન કૈરાટ યેરાલિઍવને જ્યારે અમિત પંધાલે ઓલિમ્પિક્સ ચેમ્પિયન હસનબોય દસમાતોવને અને સોનિયા ચહલે ઉત્તર કોરિયાની જા સન હાને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ ઉપરાંત દીપક સિંહને તેના હરીફ અફઘાની બોક્સર રાશિમ રહમાનીઍ વોકઓïવર આપતા તે પણ સેમીમાં પ્રવેશ્યો હતો. આ 4 ઉપરાંત પૂજા રાનીને પહેલાથી જ મેડલ મળવાનું નક્કી હોવાથી ભારતના 5 મેડલ પાકા થયા છે. જો કે મહિલા બોક્સર સીમા પુનિયા અને લવલિના બોરગોહન હારીને સ્પર્ધા બહાર થઇ હતી.
સોનિયા ચહલે ઉત્તર કોરિયાની જા સન હાને હરાવી, સીમા પુનિયા અને લવલીના બોરગોહન હારીને બહાર
કવિન્દરે વહેંચાયેલા નિર્ણય વડે વર્લ્ડ ચેમ્પિયન યેરાલિઅયેવને હરાવીને સેમી ફાઇનલની ટિકીટ કપાવી હતી. 2015માં આ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા અમિતે દસમાતોવને 3-2થી હરાવીને સેમીમાં સ્થાન પાકું કર્યુ હતું. અમિતે ગત વર્ષે ઍશિયન ગેમ્સની ફાઇનલમાં પણ દસમાતોવને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સોનિયાઍ પોતાની 57 કિગ્રાની કેટેગરીમાં જા સન હાને ઍ પ્રકારે ઍક નજીકના મુકાબલામાં હરાવીને સેમીમાં પ્રવેશ કર્યો હતો. પુરૂષોની 49 કિગ્રાની કેટેગરીમાં દીપક સિંહને અફઘાનિસ્તાનના બોક્સર દ્વારા વોકઓવર અપાતા તેણે પણ અંતિમ 4માં પોતાનું નામ નોંધાવ્યું હતું. બોક્સિંગની સેમી ફાઇનલમાં હારનારા બંને બોક્સરને પણ મેડલ આપવામાં આવતા હોવાથી ભારતના પાંચ મેડલ પાકા થયા છે.