કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી સમાજના નેતા અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાનું નવું સંગઠન જાહેર કર્યું છે. નવા સંગઠનમાં 25 સભ્યોને સમાવાયા છે. જેમાં ત્રણ ઉપપ્રમુખ, અને પાંચ મહામંત્રી છે. તો નવા સંગઠનમાં અલ્પેશે કોંગ્રેસના ધારાસભ્યોને પણ સ્થાન આપ્યું છે.
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પ્રદેશ ઉપ્રમુખ બનાવાયા છે તો અકિલા ગાંધીનગર ઉત્તરથી ચુટંણી લડેલા ગોવિંદસિંહ ઠાકોરને પ્રદેશ મંત્રી બનાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકોર સેનામાં બે ભાગલા પડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સેનાનું એક જૂથ અલ્પેશથી નારાજ છે. નારાજ જૂથનુ કહેવું છે કે અલ્પેશ જાણ કર્યા વિના કોંગ્રેસમાં જોડાયો હતો.