સુરતમાં આજ રોજ પાટીદારના નેતા અલ્પેશ કથિરીયા ધરણા પર બેઠા છે. સુરતથી બે દિવસ પહેલા ડાંગના પ્રવાસે ગયેલી બસ ખાઈમાં ખાબકતા 12 જેટલા બાળકોના મોત થયા હતા. તેમને સુરત સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અલ્પેશ કથિરીયાએ આ બાળકોની ટ્રીટમેન્ટની સુવિધાને લઈને સવાલો અને માંગણીઓ કરી હતી. આ માંગણીઓ પુરી ન થાય ત્યાં સુધી અલ્પેશ ઘરણા પર રહેશે.
અલ્પેશ કથિરીયાએ પોતાની માંગણીઓ રજુ કરતા જણાવ્યું હતું કે જ ઈજાગ્રસ્ત બાળકોને સુરતની સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને ફક્ત એક હોલમાં પંખા નીચે સુવડાવવામાં આવ્યા છે. સરકારે આ બાળકોની હત્યા કરી છે. સરકાર ફ્રી સારવાર આપે એ મહત્વનું નથી પણ ઉત્તમ સારવાર આપે એ મહત્વનું છે. સરકાર આ વખતે તેમની ફરજમાંથી ચુકી ગઈ છે. અલ્પેશ કથિરીયાએ પોતાની માંગણીઓ પુરી ન થાય ત્યાં સુધી ધરણા પર બેસવાનું એલાન કર્યું છે.તેઓ કલેકટરની ઓફીસ બહાર બેસીને ધરણા કરશે. આ ધરણા દરમિયાન અલ્પેશ અને સુરત પોલીસ વચ્ચે ગાડી પાર્કીંગ બાબતે બબાલ થઈ હતી. પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વચ્ચે આવતા આ મામલો થાળે પડ્યો હતો. તેમણે પોતાની આ માંગણીઓનું એલાન કર્યું છે.
- બાળક હોય , યુવાન હોય કે મહીલા હોય તેમને યોગ્ય ઘોરણે સહાય જાહેર કરવામાં આવે.
- સિવિલમાં દાખલ કરાયેલા તમામ બાળકોને તાત્કાલિક ધોરણે નેતા અને અભિનેતાના બાળકો દાખલ થાય છે ત્યાં લઈ જવામાં આવે અને તેમની સારવારનો ખર્ચ સરકાર ભોગવે.
- વાલીઓ દ્વારા સરકાર તરફથી મળેલી રકમની પૃષ્ટી કરવામાં છે.
- લઠ્ઠાંકાંડમાં મૃત વ્યક્તિઓને જેટલી સહાય આપી છે તેટલી જ સહાય બાળકોને આપવી.
- સહાય તરીકે ચેક નહીં પણ રોકડા રૂપિયા આપવા.
- દારૂબંધીમાં ડ્રાઈવર દારૂ ક્યાંથી લાવ્યો હતો તેની તપીાસ કરવી.