તુરિન. : માથિસ ડિ લિટે બીજા હાફમાં હેડર વડે કરેલા ગોલની મદદથી કવાર્ટર ફાઇનલના બીજા તબક્કામાં અયાક્સે યૂવેન્ટ્સને 2-1થી હરાવીને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો અયાક્સની ટીમ 1997 પછી પહેલીવાર આ ટુર્નામેન્ટના અંતિમ ચારમાં દાખલ થવામાં સફળ રહી છે. રોનાલ્ડોઍ 28મી મિનીટમાં હેડર વડે ગોલ કરીને યુવેન્ટ્સને સરસાઇ અપાવી પણ હાફ ટાઇમ પહેલા ડોની વેન ડિ બીકે ગોલ કરી અયાક્સને બરોબરી પર મુક્યું હતું. તે પછી બીજા હાફમાં ડિ લિટે અયાક્સ વતી વિજયી ગોલ કર્યો હતો. આ પરાજયને પગલે યૂવેન્ટ્સ સેમીની રેસમાંથી આઉટ થઇ ગયું છે.
