નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલ આજે 20 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ 2018-19 રજૂ કરશે. GSTની અમલવારી પછીનું ગુજરાતનું આ પ્રથમ બજેટ છે. જેથી હવે GSTની આવક સામે ગુજરાત સરકારે ખર્ચાની જોગવાઈઓ કરવી પડશે. આવક અને જાવકનો મેળ કેવી રીતે ગોઠવાય છે, તેના પર સૌ કોઈ ગુજરાતવાસીની નજર રહશે. જો કે આ ગુજરાતની સરકાર માટે પણ ખૂબ જ અઘરું કામ થઈ પડશે.
કેન્દ્ર સરકારને GSTની આવકમાં ઘટાડો થયો છે, ત્યારે ગુજરાતને ફાળે GSTની કેટલી રકમની આવક દર્શાવાય છે, તેના પર ગુજરાતના વિકાસ ખર્ચનો અંદાજ નક્કી થશે. ટૂંકમાં રુપાણી સરકાર અને નિતીનભાઈ પટેલ માટે GST પછીનું પ્રથમ બજેટ કસોટીરુપ હશે.
નગરપાલિકાના પરિણામો બાદ નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ, ખેડૂતોને રાહત મળે તેવી અાશા સેવાઈ રહી છે. રાજ્યના બજેટને લઈને ખુબજ અાશા અપેક્ષાઓ છે.