સુરેન્દ્ર નગરના વઢવાણના બલદાણામાં આજ રોજ હાર્દિક પટેલ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંચ પર હાર્દિક પટેલ સભાને સંબોધિત કરી રહ્યો હતો તે દરમિયાન રોષે ભરાયેલા લોકો દ્વારા તેના પર લાફાવાળી કરવામાં આવી હતી.
આ ઘટના વિશે કોંગ્રેસનું કહેવું છે કે આ ભાજપનું ષડયંત્ર છે. ભાજપ સભાને નિષ્ફળ કરવા માટે આવા પ્રયત્નો કરી રહ્યું છે. લાફો મારનાર વ્યક્તિનું નામ તુષાર ગજ્જર જાણવા મળ્યું છે. આ યુવાન અમદાવાદનો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.