Aamir Khan flag hoisting at the Statue of Unity: સ્ટેચ્યૂ ઑફ યુનિટિ પર આમિર ખાનનું ધ્વજવંદન: પિતાના ગુજરાતી કનેક્શન અને સ્વતંત્રતા સંગ્રામના કિસ્સા શેર કર્યા
મારા કાકા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેમણે સરદાર પટેલ અને મહાત્મા ગાંધી સાથે આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો
આ વિઝિટ મારા માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક છે
નર્મદા, રવિવાર
Aamir Khan flag hoisting at the Statue of Unity : એકતાનગરમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યૂ ઑફ યુનિટિ, ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઊજવાઈ, જેમાં બોલિવૂડના વિખ્યાત અભિનેતા આમિર ખાને વિશેષ ઉપસ્થિતિ નોંધાવી. આમિર ખાને આ પ્રસંગે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ સ્થળની મુલાકાત દરમિયાન તેમણે સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં વંદન કર્યુ અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી.
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને કૌટુંબિક કનેક્શન યાદ કર્યાં
આમિર ખાને શ્રદ્ધાપૂર્વક જણાવ્યું કે, “મારા કાકા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેમણે સરદાર પટેલ અને મહાત્મા ગાંધી સાથે આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો. તે આઝાદી માટે જેલમાં પણ ગયા હતા.” ..
સૌંદર્ય અને મહત્વ પર ચર્ચા
આમિર ખાને આ વિશ્વવિખ્યાત પરિસરની પ્રશંસા કરતા કહ્યું કે, “આ રીતે મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇતિહાસના સમન્વયનું સ્થાન હું પહેલીવાર જોઈ રહ્યો છું. આ વિઝિટ મારા માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક છે.” તેમણે આ પ્રતિમા નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો.
કૌટુંબિક ફિલ્મ વારસાની યાદ
આમિર ખાને પણ ગુજરાત સાથે પોતાના પારિવારિક જોડાણો અંગે વાત કરી. તેમણે યાદ કરી કે, તેમના પિતા તાહિર હુસૈનની કેટલીક ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતું. તેમના પિતાએ એક ગુજરાતી ફિલ્મ ‘જનમ જનમનો સાથી’ પણ પ્રોડ્યૂસ કરી હતી, જે ઘણી સફળ રહી હતી.
વિશ્વ વન અને ગેલેરીની મુલાકાત
પરિસરની મુલાકાત દરમિયાન આમિર ખાને પ્રદર્શન ગેલેરી નિહાળી, જ્યાં સરદાર પટેલના યોગદાન અને ભારતના એકીકરણ અંગેની માહિતી મેળવી. તેમણે પિન્ક રિક્ષામાં બેસી વિશ્વ વન પરિસરમાં પણ ભ્રમણ કર્યું અને ત્યાં વૃક્ષારોપણ કર્યું. તેમને સ્થાનિક વ્યંજન પણ પીરસવામાં આવ્યું, જેમાં બાજરીના થેપલા અને ચૂરમાના લાડુનો સમાવેશ થયો.
આમિર ખાને અંતે જણાવ્યું કે, “આ સ્થળ દરેક ભારતીય માટે નિહાળવાનું અવશ્ય છે. આ મને પ્રેરણા આપે છે અને નવી દિશા દર્શાવે છે.”