હવે પછી મળનારી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં નિર્ણય લેવાશેની સંભાવના
દેશભરના રાજયોમાંથી નાણાંમંત્રીઓએ ફરિયાદ કરતા ઞ્લ્વ્ કાઉન્સિલ અનેક ચીજોને ૨૮ ટકા ટેકસના સ્લેબમાંથી હટાવી શકે છે. બે રાજયના નાણાંમંત્રીઓએ જણાવ્યું કે બાથ ફિટિંગ્સ, સિમેન્ટ્સ, સ્ટીલ પ્રોડકટ્સ વગેરે કંસ્ટ્રકશનમાં વપરાતી ચીજોને ટોપ બ્રેકેટમાં મૂકવામાં આવી હતી. એક રાજયના નાણાંમંત્રી જણાવે છે, ‘જીએસટી પાછળનો આશય મેરિટ અને નોન મેરિટ ગુડ્સને છૂટા પાડવાનો હતો અને નોન-મેરિટ માલ સામાનને ટોપ બ્રેકેટમાં મૂકવાનો હતો પણ આવું થયું નહિ.’ તેમણે વધુમાં જણાવ્યું કે આ ટેકસનો દર ખૂબ વધારે હોવાથી તેના પર ઘટાડો કરવો જરૃરી હતો. શનિવાર સીબીઈસીના અધિકારીઓએ જણાવ્યું કે ટોપ સ્લેબમાં વધારે પડતી આઈટમ્સ હતી.
બીજા એક રાજયના નાણાંમંત્રીએ જણાવ્યું કે આ મુદ્દાની ચર્ચા કાઉન્સિલની નેકસ્ટ મીટિંગમાં થાય તેવી શકયતા છે. હવે નેકસ્ટ મીટીંગ ગૌહાટીમાં મળવાની છે. મંત્રીએ જણાવ્યું, ‘અમારૃ વચગાળાનું ધ્યેય સ્લેબ ઓછા કરવાનો છે.’ અમુક સરકારી અધિકારીઓનું માનવું છે કે ૨૮ ટકા જેટલા ઊંચા ટેકસને કારણે કેટલાંય વેપારીઓ ટેકસ ચોરી કરી રહ્યા છે અને ગ્રાહકોને રોકડમાં ચૂકવણી કરવા સલાહ આપી રહ્યા છે અને તેનું બિલ પણ નથી બનતુ.
આ ઉપરાંત પેનલ કર બાદબાકી મળી હોય તેવા માલસામાનના વેચાણમાંથી થતી આવકને કંપનીના ટર્ન ઓવરમાંથી બાકાત રાખવાનું વિચાર કરી રહ્યું છે. આ કારણે સરકારી તિજોરીમાં ટેકસની આવકમાં ધરખમ ઘટાડો થવાની શકયતા છે. કમિટી ચકાસશે કે માલસામાનના સપ્લાય પર પણ આ સ્કીમ લાગુ પાડી શકાય તેમ છે કે નહિ. આ કમ્પોઝિશન સ્કીમ મુજબ ૨૦ લાખથી ૧ કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ (૧ ટકા), ઉત્પાદકો (૨ ટકા) અને ખાણીપીણીના સ્થળો (૫ ટકા)ને જીએસટીમાં રાહત મળશે અને કમ્પ્લાયન્સનું ભારણ પણ ઘટી જશે. જીએસટી દર નક્કી કરવામાં સરકારે વેટ, એકસાઈઝ, સર્વિસ ટેકસને ધ્યાનમાં રાખ્યા હતા. કેન્દ્ર સરકારનું ફોકસ સામાન્ય ઉપયોગની ચીજો પર જીએસટીનું ભારણ ન ઘટાડવાનું હતું. આમ છતાંય સ્ટેશનરી સહિતની અનેક જીવન જરૃરિયાતની ચીજોને ટોપ બ્રેકેટમાં મૂકાઈ હતી જેને કારણે સરકારની સામે વિરોધનો સૂર ઊઠયો હતો.