અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની અમદાવાદ એસ-જી હાઇવે પર સોલા ઉમિયા કેમ્પસ બહારથી પોલીસે અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલ ઉમિયા કેમ્પસ ખાતે ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન આગામી 5 ઓગસ્ટના રોજ યોજાવાનું છે. આ પહેલા હાર્દિક પટેલ આજે ઉમિયા કેમ્પસ ખાતે આવ્યા હતાં અને પોલીસ દ્વારા તેમને અંદર જતાં અટકાવવામાં આવતા હાર્દિક પટેલ સંસ્થાના બેનર નીચે જ કાર્યકરો સાથે ધરણા પર બેસી ગયો હતો. જેથી પોલીસે હાર્દિક પટેલ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી.