આજકાલ મોંઘવારી વધી છે અને શાકભાજી મોંઘા બન્યા છે અને હવે શ્રાવણ મહિનામાં ફરાળ માટે બટેટાની માંગ વધાવની શકયતાને લઈ વેપારીઓ બટેટા ખરીદી રહયા છે ત્યારે મોટા વરાછામાં કોઈ અજાણ્યા ઈસમો રીક્ષામાં બટેટા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મોટા વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશીપની દુકાનની બહાર શાકભાજીના
વેપારી કેશવલાલ પટેલે 50 કિલો બટાટાની એક ગુણી આવી 45 ગુણો 30મી જૂને ખરીદી કરી હતી.
3 જુલાઇએ વેપારીએ બટાટાની 2 ગુણો વેચી બાકીની 43 ગુણો દુકાનની બહાર મુકી હતી.
દરમિયાન વહેલી સવારે રિક્ષામાં આવેલા ચોરોએ બટાટાની 43 ગુણોમાંથી 17 ગુણોની ચોરી કરી ભાગી ગયા હતા.
50 કિલોની એક બટાટાની ગુણનો ભાવ 1700 પ્રમાણે કિંમત 17 હજાર થાય છે.
બનાવ અંગે ઉત્તાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ કરી રહી છે.