ગાંધીના ગુજરાતમાં દારબંધી હોવા છતા સૌથી વધારે દારૂ ગુજરાતમાં પીવાઈ રહ્યો છે. 31 ડિસેમ્બર આવે એ પહેલા જ સુરતની ઓઈસ્ટર હોટલમાંથી 21 હાઈપ્રોફાઈલ મહીલાઓ દારૂની મહેફીલ માણતી પકડાઈ હતી અને તેમને તબીબી પરીક્ષણ માટે હાલ સિવિલમાં લઈ જવામાં આવી છે. હાલ સવાલ એ ઉભો થાય છે કે ગાંધીના ગુજરાતમાં અને આટલા કડક બંદોબસ્ત વચ્ચે સુરતમાં દારૂ આવ્યો ક્યાંથી?
હાલ શંકાની સોય ઉમરા પોલીસ અને હોટલના સંચાલકો પર છે. કારણકે ઓઈસ્ટર હોટલ આ પહેલા પર હુક્કાબાર તેમજ અન્ય ઘટનાઓને લીધે વિવાદમાં આવી છે. આ પાર્ટીની પાછળ સંચાલકોનો હાથ તો હોય શકે છે તે ઉપરાંત એક પ્રશ્ન ઉમરા પોલીસ પર પણ ઉઠી રહ્યો છે.
પોલીસ કમિશ્નરને બાતમી મળતા તેમણે ઉમરા પોલીસને દોડતી કરી હતી, પણ આ વખતે ઘટનામાં પોલીસ મીડીયાવાળાના વીડિયો ઉતારતી હોય એમ જોવા મળી રહ્યું હતું. ઉમરા પોલીસ પણ આ મોંધી મહીલાઓની ચાકરી કરી રહ્યું હોય એમ જોવા મળી રહ્યું હતું. ઉમરા પોલીસે ફટાફટ મહીલાઓને બેસાડીને કોઈને દેખાય નહીં એ રીતે પોલીસ વાનને સિવીલમાં દોડાવી હતી. ઉમરા પોલીસ જાણે આ તમામ ઘટના અંગે બિલકુલ અજાણ હોય એમ જણાય રહ્યું છે. શું ખરેખર સુરતમાં બુટલેગરો પણ પોલીસ પર હાવી થઈ ગયા છે?