અમદાવાદ: શુક્રવારે ટાટા મોટર્સે જાહેર કર્યુ હતું કે કંપનીએ સાણંદ પ્લાન્ટનાં કામદારો સાથે સુલેહ કરી લીધી છે. આમ, દોઢ વર્ષથી ચાલતી આ વિવાદનો અંત આવ્યો છે.
કંપનીએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે ટાટા મોટર્સ સાણંદ યુનિયન અને ટાટા મોટર્સ વચ્ચે સમાધાન થઇ ચૂક્યું છે અને તેમણે LTWS(Long Term Wage Settlement) કરી લીધાં છે. આ કરાર ઓક્ટોબર 2015થી સપ્ટેમ્બર 2020 સુધી અમલી ગણાશે.
આ ઉપરાંત, કંપનીએ ‘પરફોર્મન્સ રિલેટેડ પેમેન્ટ’ જાહેર કર્યુ છે. જેમાં કામદારોની પ્રોડક્ટીવિટી, ગુણવત્તા અને સુરક્ષા ધ્યાનમાં લેવાશે. સાથે જ કામદારો માટે ટ્રાન્સોપર્ટ, લીવ રેશનલાઇઝેશન, કેન્ટીન ફેસિલીટી અને બીજા ઘણાં ફાયદાઓ સામેલ કરવામાં આવ્યા છે.
ભારતીય કામદાર એકતા સંઘનાં પ્રેસિડેન્ટએ ટાટા પ્લાન્ટનાં કામદારો માટે લેવાયેલ નિર્ણયને વખાણ્યો હતો.