વોટ્સએપે ગત અઠવાડિયે જ સ્ટીકરનું નવું ફીચર આઈઓએસ અને એન્ડ્રોઈડ યુઝર્સ માટે રિલીઝ કર્યું છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપને અપડેટ કરવું પડશે। આ ફીચર એવી રીતે કામ કરશે, જે રીતે ફેસબુક મેસેન્જરમાં કામ કરે છે. આ દરમિયાન વોટ્સએપ પર જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફની અંદાજમાં લખાયું છે કે, ભારતીય સમાજ બે ભાગમાં વેચાઈ ગયો છે. પહેલો એ જેમને વોટ્સએપ સ્ટીકરનો ઉપયોગ કરતા આવડે છે અને બીજો એ જેને આ ફીચરનો ઉપયોગ કરતા નથી આવડતું.
આ છે ટિપ્સ
– વોટ્સએપ પર સ્ટીકર મોકલવા માટે સૌથી પહેલા એપને અપડેટ કરો
– ત્યારબાદ ચેટ ખોલો. જો તમે આઈઓએસ યુઝર છો તો ટેક્સ્ટ ફિલ્મડમાં જ સ્ટીકર આઈકન દેખાશે પરંતુ તમે એન્ડ્રોઈડ યુઝર છો તો આ ફીચર ઈમોજી આઈકનમાં દેખાશે.
– ત્યારબાદ સ્ટીકર આઈકન પર ટેપ કરો. તેમાં અમુક સ્ટીકર્સ પહેલાથી જ પ્રી-લોડેડ છે, પરંતુ જો તમે વધારે સ્ટીકર ઈચ્છો છો તો, + સાઈન પર ટેપ કરીને સ્ટીકરપેકને ડાઉનલોડ કરી શકો છો.
– આ સ્ટીકર પેકને ડાઉનલોડ કરવા માટે પેક પર ટેપ કરો. ત્યારબાદ આ સ્ટીકને તમે કોઈ પણ ગ્રુપ કે ચેટમાં મોકલ