ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજીત આઇસીસી વનડે વર્લ્ડકપ માટેની ટિકીટોનું વેચાણ ૨૧ માર્ચથી શરૂ થઇ જશે. આ વર્ષે વર્લ્ડકપ માટેની ૮ લાખ ટિકીટ વેચાણ માટે મુકવામાં આવી છે, જેની સામે ૩૦ લાખ લોકોઍ ઍપ્લાય કર્યુ છે. આઇસીસીની વેબસાઇટ પર પહેલા આવો અને પહેલા મેળવોના આધારે ટિકીટ આપવામાં આવશે. ટિકીટ ઍ લોકોને જ મળશે જેમણે ટિકીટ ખરીદવા માટે પહેલાથી ઍપ્લાય કર્યુ હોય.
વર્લ્ડકપ માટે સૌથી વધુ ડિમાન્ડ ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકીટની છે. ખાસ વાત ઍ છે કે ફાઇનલ કરતાં વધુ લોકો આ મેચ જાવા માગે છે. આ મેચની ટિકીટ માટે ૪ લાખથી વધુ લોકોઍ ઍપ્લાય કર્યુ છે. જ્યાં ૧૬મી જૂને ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાવાની છે તે માન્ચેસ્ટરના સ્ટેડિયમની ક્ષમતા ૨૫ હજાર દર્શકોની છે અને તેની ક્ષમતા કરતાં ૧૬ ગણા વધારે લોકોઍ ટિકીટ માટે ઍપ્લાય કર્યુ છે.
