મુંબઇ: ભારતમાં 4G ક્ષેત્રે ક્રાંતિ લાવનાર કંપની રિલાયન્સ જીઓએ પોતાના નવા ટેરિફ પ્લાન જાહેર કર્યા છે. આ પ્લાન મુજબ દરેક ઓફરમાં ડેટા વેલિડિટી લગભગ બમણી થવા પામી છે. કંપનીએ પ્રિપેઇડ અને પોસ્ટપેઇડ કસ્ટમર્સ માટે 309, 349, 399 અને 509નાં પ્લાન જાહેર કર્યા છે.
‘ધન ધનાધન’ ઓફરમાં 399નાં પ્લાનની વેલિડિટી 84 દિવસની કરવામાં આવી છે, જેમાં 1GB પ્રતિ દિવસ ડેટા વાપરી શકાશે. જ્યારે 349નાં પ્લાનમાં 20GB ડેટાની વેલિડીટી રહેશે, જે પૂરી થતાં ઇન્ટરનેટની સ્પીડ 128KBPS થઇ જશે.
પ્રિપેઇડ કસ્ટમર્સ માટેનાં પ્લાન–
- 309ના પ્લાનની વેલિડિટી 56 દિવસ, રોજનાં 1GB ડેટા પેક
- 509નાં પ્લાનમાં વેલિડિટી 56 દિવસ, રોજનાં 2GB ડેટા પેક
- 999નાં પ્લાનમાં વેલિડિટી 90 દિવસ, રોજનાં 1GB ડેટા પેક
- 1999નાં પ્લાનમાં વેલિડિટી 120 દિવસ-કુલ 155GB ડેટા પેક
- 4999નાં પ્લાનમાં વેલિડિટી 210 દિવસ- કુલ 380GB ડેટા પેક
- 9999નાં પ્લાનમાં વેલિડિટી 390 દિવસ- કુલ 780GB ડેટા પેક