ગુજરાતમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે જે પૈકી રાજકોટ માં નોંધાયેલા દર્દી ના સંપર્ક માં આવેલ સગાઓ તેમજ ડોકટર પણ બીમાર પડતા તેઓ ને ત્વરિત સારવાર ચાલુ કરી દેવાઈ છે. સાઉદી અરેબિયાથી આવેલા રાજકોટ શહેરના શંકાસ્પદ કેસનો રિપોર્ટ પોઝિટીવ આવતા દેવપરમાં ક્લિનિક ચલાવતા અને આ યુવકનું ચેકઅપ કરનારા ડૉકટર પણ બીમાર પડી ગયા છે. તેના લીધેતેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ પોઝિટીવ દર્દીના 4 પરિવારજનોમાં પણ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે.
કોરોનાના પોઝિટિવ કેસ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે,18 હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.જંગલેશ્વર વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેકટ ટ્રેકિંગ કરવામાં આવ્યું છે.
પોઝિટિવ દર્દીના 4 પરિવારજનોમાં પણ શંકાસ્પદ લક્ષણો હોવાનું સામે આવ્યું છે,
બીજી તરફ જામનગર વહિવટી તંત્રએ કોરોના પોઝિટીવ જાહેર થયેલા રાજકોટના પેસેન્જર સાથે મુસાફરી કરી હોય તેવા જામનગરના લોકો ને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે
આમ કોરોના ની ગુજરાત માં સત્તાવાર એન્ટ્રી બાદ તંત્ર દોડતું થયું છે.
