રાજકોટ: ગુજરાતમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનાનો વધારો થયો છે ત્યારે જેલમાં રહેલા કેદીઓની કમાણીના અને બચતના નાણાં પણ સલામત નહીં હોવાની ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટની મધ્યસ્થ જેલના ૩૬ કેદીઓએ જેલમાં રહીને કરેલી કમાણીના રૂ. ૪.૧૬ લાખની રકમ પોસ્ટ બચત ખાતામાં જમા કરાવાઈ હતી. જેલના કર્મચારીઓ અને બે કેદીઓએ જેલમાં સજા બોગવતા કેદીઓની બચતની ૪.૧૬ની રકમ બોગસ દસ્તાવેજોના આધારે ઉપાડી લઈને કૌભાંડ આચરતા ખળભળાટ મચી ગયો હતો. રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતા પાકા કેદી બાબબા ટપુભાના પોસ્ટ બચત એકાઉન્ટમાંથી ૬ મે ૨૦૧૭ના રોજ ૨૦ હજાર તથા ૨૭મી મે ૨૦૧૭ના રોજ રૂ. ૨૨ હજાર પોપટપરા ખાતેની પોસ્ટ ઓફિસમાંથી ખોટી રીતે ઉપડી ગયાનું જેલ અધિકારીના ધ્યાને આવતાં ખાતા વડા પોલીસ મહાનિર્દેશક અને જેલોના ઇન્સ્પેકટર જનરલને જાણ કરાઇ હતી. તેમ જ જુદી-જુદી જેલોના અધિકારીઓની ટીમ દ્વારા આ અંગેની તપાસ કરવા આવી હતી. જેમાં ૧લી જુલાઈથી ૧૫મી જુલાઈ ૨૦૧૭ સુધીનું જેલ સત્તાવાળાઓ દ્વારા ઓડિટ કરાવતાં તપાસને અંતે ૩૧ પાકા કેદીઓના ખાતામાંથી બારોબાર ખોટી રીતે કુલ રૂ. ૪,૧૬,૦૦૦ની રકમ ઉપડી ગયાની વિગતો સામે આવી હતી. નાણાં ઉપાડવાની અને જમા કરાવવાની તેમ જ સંદેશાવાહક તરીકેની કાર્યવાહી જેલ સહાયક, સિનિયર કલાર્કની હોય છે. આ લોકોની સાથે બે કેદીઓને હિસાબી શાખામાં સફાઇની કામગીરી સોંપાઇ હતી, પરંતુ સફાઇ કરવાને બદલે બંને કેદીઓ વહીવટી કામગીરીમાં જોડાયા હતાં. બાદમાં ચાર સિનિયર કલાર્ક, ત્રણ જેલ સહાયક અને બે કદીએ સાથે મળી કાવત્રુ રચીને વિડ્રોલ ફોર્મ ઉપર બોગસ સહીઓ કરીને પોસ્ટ ખાતામાંથી ૪.૧૬ લાખની ઉચાપત કરી હતી. આ અંગે રાજકોટ જેલમાં કચેરી અધિક્ષક તરીકે ફરજ બજાવતાં રતિભાઇ મંગુભાઇ રાઠવા (ઉં.વ ૫૩)એ જેલના ચાર સિનિયર કલાર્ક જે. એમ. પરમાર (હાલ- અમરેલી જિલ્લા જેલ), પી.ડી. રામાનુજ (હાલ જામનગર જિલ્લા જેલ), વી. એન. તુરખીયા (હાલ છોટા ઉદેપુર સબ જેલ), પી. સી. દેસાઇ (હાલ રાજકોટ જેલ) તથા ત્રણ જેલ સહાયકો પ્રશાંત બળવંતભાઇ ટાંક (હાલ ભુજ પાલારા ખાસ જેલ), શકિતદાન મનહરદાન દેવકા (હાલ ગોધરા સબ જેલ), વિષ્ણુદાન હરગોવિંદલાલ મંડીર (હાલ પાલનપુર જેલ) તથા બે પાકા કેદી વિનોદ પુનાભાઇ મછારા તથા ગોરધન ઉર્ફ ગીલુ બાદશાહ મંગાભાઇ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.