ભારતીય રેલવેનું એક બેદરકારીનું દશ્ય સામે આવ્યું છે. જો કે આ વખત માણસોએ નહીં પણ મુંગા પ્રાણીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઓરિસ્સાના ઢેંકનાલના કમાલંગા ગામમાં કરંટ લાગવાના કારણે 7 હાથીઓના મોત થયા છે. સુત્રો રાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રમાણે 13 હાથીઓનુ ટોળુ રેલેવ લાઈન પાસેથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તેઓ ત્યાં પડેલા વીજળીના વાયરની લપેટમાં આવી ગયા હતા. જેમાં 7 હાથીઓના મોત નિપજ્યા હતા.
સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે સાંજે રેલવે ટ્રેક બનાવવા માટે વાયર પાથરવામાં આવ્યા હતા. જોકે તેની ઉંચાઈ બહુ ઓછી હોવાથી વાયર હાથીઓને અડી ગયા હતા. રેલવે ના તારને કોટિંગ હોતું નથી જેથી 7 હાથીઓના ઝુંડમાંથી એક હાથી આ તાર ને અડી જતા અન્ય છ હાથી ને પણ કરંટ લાગી જતા સાતે સાત હાથી ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
આ વાતની જાણકારી સ્થાનિક ગ્રામવાસીઓને થતા સમગ્ર વિસ્તારમાં તોફાન મચવા પામ્યું હતું. મચી ગયો ગામવાસીઓએ વનવિભાગને જાણ કરતા હાથીઓના મૃતદેહ વનવિભાગે કબ્જે લઈને તાપસ હાથ ધરી છે. હાથીઓના મોતની આ પહેલી ઘટના નથી.આ પહેલા પણ આવા અકસ્માતો થયેલા છે.