PM મોદીએ 18 રાજ્યોના 129 જિલ્લાઓમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આથી ઓટોમોબાઈલ અને પાઈપયુક્ત ગેસથી જમવાનું બનાવવા માટે CNG પુરવઠા માટે કામની શરૂઆતને લઈને પાયો નાખવામાં આવ્યો છે. આ દરમિયાન PM મોદીએ ભારતમાં 2020ના અંત સુધી 10,000 CNG સ્ટેશન શરૂ થઈ જશે.
PM મોદીનું કહેવું છે કે 2014 સુધીમાં દેશના 66 જિલ્લાઓ સુધી સિટિ ગેસ વિતરણનો વિસ્તાર હતો. પરંતુ હવે આ આંકડો 174 જિલ્લાઓ સુધી પોહચી ગયો છે. આગામી 2-3 વર્ષોમાં આ 400 જિલ્લાઓ સુધી ફેલાવવામાં આવશે.
PM મોદીએ કહ્યું કે સરકાર ગેસ આધારિત અર્થવ્યવસ્થા પર વધારે ધ્યાન આપી રહી છે. દેશના ગેસ મૂળભૂત માળખાને મજબૂત કરવા માટે, LNG ટર્મિનલની સંખ્યા વધારવી અને રાષ્ટ્રવ્યાપી ગેપ ગ્રિડ સિટિ ગેસ વિતરણના નેટવર્ક પર કામ કરવા માટે એક સાથે કામ કરવામાં આવી રહ્યું છે.