નવી દિલ્હી : ભારતની દિગ્ગજ મહિલા ફૂટબોલર બેમબેમ દેવીનું માનવું છે કે ૨૦૨૦ ફીફા અંડર-૧૭ વર્લ્ડકપની યજમાની મેળવવી ઍ દેશના મહિલા ફૂટબોલ ક્ષેત્રે ક્રાંતિથી અોછું નથી. મણિપુરની રહીશ બેમબેમ દેવીઍ લગભગ બે દશકા સુધી દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અને આ દરમિયાન તે કેપ્ટન પણ રહી હતી. ભારત પહેલીવાર અંડર-૧૭ મહિલા વર્લ્ડકપની યજમાની કરશે.
બેમબેમ દેવીઍ કહ્યું હતું કે ભારત માટે ફીફા અંડર-૧૭ મહિલા વર્લ્ડકપ મહિલા ફૂટબોલને વિશ્વના નકશા પર લાવવાની આ શ્રેષ્ઠતમ તક છે. મને લાગે છે કે આપણે આ ફીફા વર્લ્ડકપમાં ઍક મેચ તો જીતી જ શકીશું. ભારતે ૨૦૧૭માં અંડર-૧૭ મેન્સ વર્લ્ડકપની યજમાની કરી હતી, જેને ફીફા અધ્યક્ષ ગિયાની ઇન્ફેનટિનોઍ સર્વશ્રેષ્ઠ ગણાવ્યું હતું.