વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ડીસા ખાતે વડપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ પુરજાશમાં ચાલી હતી. નરેન્દ્ર મોદી ડીસા ખાતે એક જાહેર સભાને સંબોધન કરશે. જેમાં ૨ લાખથી વધુ ખેડુતો અને સહકારી આગેવાનોને ઉપÂસ્થત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચિત કાર્યક્રમ અંગેની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. આ ઉપરાંત ડીસા ખાતે બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.વડાપ્રધાનનરેન્દ્ર મોદીના ડીસા આગમનને પગલે ચાલતી તૈયારીઓમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. બનાસકાંઠા સરહદી જિલ્લો હોઇ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. બનાસકાંઠામાં ડેરી પ્લાન્ટના ઉદ્દઘાટન માટે આવી રહેલા મોદી પહેલાં ભાજપ કાર્યલય શ્રી કમલમ્ ખાતે પહોંચશે. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઘણ સમય પછી કમલમ્ ખાતે આવી રહેલાં મોદી પ્રદેશ પ્રમુખથી લઈને નેતાઓ, ધારાસભ્યો સાથે ટુંકી બેઠક કરશે. આ ટૂંકી બેઠકમાં મોદી મિશન-૨૦૧૭ની તૈયારીઓ, નોટબંધીની ઈફેક્ટ સહિતના મુદ્દે ક્લાસ લેશે તેવું કહેવાય છે. જ્યારે બનાસકાંઠા જિલ્લો સરહદી અને પાકિસ્તાનને નજીક આવેલો હોઇ એરફોર્સના હેલીકોપ્ટરો દ્વારા સતત એર પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રાજ્યના ગૃહપ્રધાના પ્રદિપસિંહ જાડેજા ગુરુવારે ડીસાની મુલાકાત લીધી હતી. તેમણે ડીસા માર્કેટયાર્ડ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહિવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ એરપોર્ટ મેદાન ખાતે સભા સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકોને કોઇ પણ પ્રકારની અવગડ ન પડે તે માટે પૂરતો બંદોબસ્ત કરાયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીસા પ્રવાસ અગાઉ બનાસકાંઠા જિલ્લાના ૧૫ જેટલા ગામોને કેશલેસ મોડલ તરીકે પસંદગી કરાઇ છે. જેમાં પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ કેશલેસ બનવા સક્ષમ બન્યું છે. જ્યાં તમામ પરિવારને એટીએમ કાર્ડ અપાયાં છે.સુત્રોના જણાવ્યા અનુસાર શનિવારે તાલુકા મથકોએ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરીને વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવનાર છે. ડીસામાં વડાપ્રધાનના આગમનનો વિરોધ કરવાના આયોજન અંગે ડીસન્ટ હોટલ ખાતે કોંગ્રેસ આગેવાનોની બેઠક પણ યોજાઇ હોવાની ચર્ચા ચાલી રહી છે.વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતોનો દોર શરૂ થયો હતો. રૂપાણી સીએમ બન્યા બાદ મોદી ચાર વખત ગુજરાત આવી ગયા છે અને કાલે બનાસકાંઠામાં ડેરી પ્લાન્ટના ઉદ્ધાટન માટે પાંચમી વખત આવશે. સીએમ તરીકે આનંદીબેન પટેલના રાજીનામા બાદ મોદીએ ગુજરાતની કમાન સંભાળી છે. મોદીની ગુજરાત મુલાકાતોને આગામી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તરીકે જાવામાં આવે છે. મોદીની ગુજરાત મુલાકાતો ઘણી ગણતરીપૂર્વકની મનાય છે. તેઓ ગુજરાતની ચારેય દિશામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી પ્રજાને સંબોધી ચૂક્્યાં છે. જાન્યુઆરીની શરૂઆતમાં મોદી પોતાના સ્વપ્ન સમાન ગિફ્ટ સિટીનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટમાં પણ તેઓ હાજરી આપશે. જ્યાં દેશ-વિદેશના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. જ્યારે મોદી ૨૧મી જાન્યુઆરીએ
ખોડલધામ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.આનંદીબેન પટેલ સીએમ હતા, ત્યારે મોદી અને બેન વચ્ચેનો ખટરાગ રાજકીય સૂબાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે બેને સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ એકાએક મોદીની ગુજરાત મુલાકાતોનો સીલસીલો શરૂ થયો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.