પ્રતિનિધિ પારડી પારડી
પારડી પોસ્ટ ઓફિસ પાસે આવેલ અલકનંદા એપાર્ટમેન્ટમાં જનરલ સ્ટોર્સ ની દુકાન ચાલવતા એક વરિષ્ઠ નાગરિક પાસે એક ગ્રાહક પાસે નીકળતા ઉધારી ના પૈસા માંગતા દુકાનમાં તોડ ફોડ કરી અને દુકાન મલિક ને ઉધારી ના પૈસા માંગશે તો જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી
પારડી સ્ટેશન રોડ અતુલ પાર્ક ખાતે રહેતા લક્ષ્મીચંદ લોકુમલ જેઠાણી જે જનરલ સ્ટોર્સ ની દુકાન અરિહંત ટાઉન શિપમાં રહેતો એક ગ્રહક નામ વ્યોમ ગોસ્વામી રોજ સોડા પીવા જતો અને ખાવાપીવાની વસ્તુ .વેફર.બિસ્કિટ.ગુટકા જેવી વસ્તુ લઇ જતો હતો જેના પૈસા શરૂઆતમાં આપતો અને પછી ઉધાર રાખતો જેની ઉધારી 600 રૂપિયા જેટલી ઉધારી બાકી હોય જે ઉધારીના દુકાન માલિકે આજ રોજ માંગણી કરતા વ્યોમ ગોસ્વામી એ દુકાનમાં તોડ ફોડ કરી હતી અને દુકાન મલિક લક્ષ્મીચંદ ને ઢીક મુક્કીનો માર માર્યો હતો ઘટના માં અવાજ થતા આજુબાજુના લોકો ઘસી આવતા વધુ મારથી બચાવ્યા હતા ફરી ઉધારી ના પૈસા માંગશે તો જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી અને સાથે ગલ્લા માંથી રૂપિયા 1500ની પણ ઉપાડી ગયો હોવાના આક્ષેપો સાથે દુકાન માલિકે ગ્રાહક વિરુદ્ધ લેખિત માં ફરિયાદ આપતા પારડી કરી હતી ત્યારબાદ જવા મળ્યું હતું કે વ્યોમ ગોસ્વામી એક ફોજદારનો પુત્ર છે અને જેને લઇ રોફ જમાવતો હોવાનું દુકાનદાર વરિષ્ઠ નાગરિકે જણાવ્યું હતું