ગાંધીનગર—દેવાંમાં ડૂબેલી આઇએલ એન્ડ એફએસ કંપનીએ કહ્યું છે કે તેણે ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ ટેક (ગિફ્ટ સિટી)માં તેનો 50 ટકા હિસ્સો ગુજરાત સરકારને વેચ્યો છે. આ હિસ્સાનું વેચાણ કંપનીએ 32.71 કરોડ રૂપિયામાં કર્યું છે.
કંપનીએ કહ્યું છે કે ગિફ્ટ સિટીનો તેનો હિસ્સો વેચવાથી આ રકમ કંપનીનું 1230 કરોડનું દેવું ઘટાડવામાં મદદરૂપ થશે. આ જૂથનું વર્તમાન બાકી દેવું અંદાજે 94000 કરોડ રૂપિયા છે.આઇએલ એન્ડ એફએસને વેચાણના વિચારણા મુજબ શેરના ઇક્વિટી મૂલ્ય રૂપે 32.71 કરોડ પ્રાપ્ત થયા છે. આ કંપનીના ગિફ્ટ સિટીના હિસ્સાના વેચાણને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા ગયા મહિને મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર વતી ગિફ્ટ સિટીનો હિસ્સો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (જીયુડીસીએલ) એ ખરીદ્યો હતો.
જીયુડીસીએલ એ સંયુક્ત સાહસ ભાગીદાર અને ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ ટેક-સિટી કંપની લિમિટેડ (જીઆઇટીટીસીએલ) ના 50૦ ટકા હિસ્સેદારીના માલિક તરીકે કામ કરી રહી છે.આઇએલ એન્ડ એફએસ ગ્રૂપના ઠરાવ માળખા મુજબ જીયુડીસીએલ દ્વારા આ સમૂહની મંજૂરી માટે ગ્રૂપના લેણદારોની સમિતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કમિટિ ઓફ ક્રેડિટક્સની તરફેણમાં આશરે 80.09 ટકા એ તરફેણમાં મત આપ્યો હતો.જીઆઇએફટીસીએલ રીઅલ એસ્ટેટ ડેવલપમેન્ટના બિઝનેસમાં રોકાયેલી કંપની છે અને તે ડિઝાઇનર, ડેવલપમેન્ટ, ફાઇનાન્સિંગ, ઓપરેશન અને તેની જાળવણી સહિત અમદાવાદ-ગાંધીનગર ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ માટેની સિટી વિકસાવી રહી છે.