ઓનલાઈન ટિકિટ અને અન્ય સેવા પૂરી પાડતાં
ઓનલાઇન ટિકિટ અને અન્ય સેવા પૂરી પાડતા ટ્રાવેલ એજન્ટએ જીએસટી હેઠળ એક ટકા ટેકસ કાપવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઇસી) ના જણાવ્યા અનુસાર ઓનલાઇન સેવા આપતા ટ્રાવેલ એજન્ટસને ઇ-કોમર્સ-ઇ-કોમર્સ ઓપરેટર્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
જીએસટી હેઠળ ઇ-કોમર્સ ઓપરેટરે કરપાત્ર સપ્લાયના ચોખ્ખા મૂલ્યની ૧ ટકા રકમ ચૂકવવી પડશે. આવી રીતે લેવાતી રકમ ટેકસ કલેકટેડ એટ સોર્સ (ટીસીએસ) તરીકે ઓળખાય છે, પણ આ જોગવાઇનો હજુ સુધી અમલ કરાયો ન હતો. સીબીઇસીએ વારંવાર પુછાતા પ્રશ્નો (એફએકયુ) ની નવી યાદીમાં જણાવ્યું હતું કે, વેબસાઇટ દ્વારા પોતાની જ પ્રોડકટસનું વેચાણ કરનારને ટીસીએસની જોગવાઇ લાગુ નહીં પડે. આવા કિસ્સામાં ગુડઝને લાગુ પડતો જીએસટી જ અમલી બનશે. ઇ-કોમર્સ એટલે ઇલેકટ્રોનિક નેટવર્ક પર ડીજીટલ પ્રોડકટસ સહિત ગુડઝ અને સર્વિસીસનો સપ્લાય અને ઇ-કોમર્સ ઓપરેટર એટલે ઇ-કોમર્સ માટે ઇલેકટ્રોનિક પ્લેટફોર્મની માલિકી ધરાવતો તેમજ સંચાલન અને મેનેજમેન્ટ કરતી વ્યકિત. સીબીઇસીએ જણાવ્યું હતું કે, ‘ડીજીટલ કે ઇલેકટ્રોનિક પ્લેટફોર્મ દ્વારા સેવા પૂરી પાડતા ઓનલાઇન એજન્ટસ ઇસીસી (ઇ-કોમર્સ ઓપરેટર)ની કેટેગરી હેઠળ આવે છે. તેમણે સીજીએસટી એકટ, ર૦૧૭ ની કલમ પર હેઠળ ટીસીએસ કાપવાનો હોય છે.’