મુંબઇ : રિલાયન્ય જિયો ટક્કર આપવા માટે ભારતીય એરટેલ પણ પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે ધમાકેદાર ઓફર લઈને આવી છે. કંપનીએ તેના 4G પ્રીપેડ યૂઝર્સ માટે રૂ. 399નો પ્લાન રજૂ કર્યો છે જેમાં 84 દિવસો માટે 84GB 4G ડેટા અને અનલિમિટેડ કૉલિંગ ફ્રી આપવાની જાહેરાત કરી છે. આ પ્લાન બિલકુલ જિયોના રૂ. 399ને ડેટા પ્લાન જેવો જ છે.
એરટેલની વેબસાઇટ મુજબ, આ ઓફર ફક્ત 4G ફોન અને 4G સિમ ધરાવતા યુઝર્સ માટે જ છે. આ ઉપરાંત કંપની 244 રૂપિયામાં 70 દિવસ માટે પ્રતિદિવસ 1GB ડેટા આપી રહી છે. તેમજ આ પ્લાનમાં એરટેલ નેટવર્ક પર ફ્રી કૉલિંગની પણ સુવિધા અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયોએ ગત વર્ષે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર ઓફર્સ સાથે પ્રવેશ કરી કંપનીઓ વચ્ચે ગ્રાહકોને આકર્ષવા માટે પ્રાઇસ વોર છેડી છે. આ કારણે ટેલિકોમ કંપનીઓની રેવન્યુ અને પ્રોફિટ પણ પ્રભાવિત થયો છે.