કતારમાં ભારતીય ફળો અને શાકભાજીની નિકાસમાં છેલ્લા પખવાડિયામાં જબરો વધારો થયો છે સાઉદી અરેબિયા,યુનાઇટેડ આરબ અમિરાત, ઇજિપ્ત ,બહેરીન અને યેમેને કતાર સાથેના સબંધો કાપી નાખતા તેનો ફાયદો ભારતના ફળ અને શાકભાજીની નિકાસને મળી રહયો છે
સાઉદી અરેબિયા સહિતના દેશોએ કત્ર સાથેના સબંધો દૂર કરતા આ દશોમાંથી આવતો પુરવઠો પણ ખોરવાયો હતો તેવામાં છેલ્લા પખવાડિયામાં ભારતીય ફળો અને શાકભાજીની નિકાસમાં ૧૫ ટકાનો વધારો થયો છે
અપેડાના માનવા મુજબ છેલ્લા ૧૫ દિવસમાં ફળ અને શાકભાજીની નિકાસમાં જબરો વધારો થયો છે કતારમાં નિકાસ વધતા ભારતીય ફળ અને શાકભાજીની સરેરાશ નિકાસમાં પણ વધારો થશે જોકે છેલ્લા ત્રણ વર્ષથી ફળ અને શાકભાજીની નિકાસ વધી રહી છે