સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડા બાદ હવે એક્સિસ બેન્કે પણ ગ્રાહકોને જોરદાર ઝાટકો આપ્યો છે. એક્સિસ બેન્કે બચત ખાતાની રૃ.૫૦ લાખ સુધીની ડિપોઝિટ પરનો વ્યાજદર ૦.૫ ટકા ઘટાડી ૩.૫ ટકા કર્યો છે. જોકે, રૃ.૫૦ લાખથી વધુની ડિપોઝિટ પર ૪ ટકાનો વ્યાજદર યથાવત્ રહેશે. આ સાથે જ બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો કરનાર એક્સિસ ચોથી બેન્ક બની છે.
એક્સિસ બેન્કે જણાવ્યું હતું કે, બેન્કે રૃ.૫૦ લાખ સુધીના બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર ૦.૫ ટકા ઘટાડી ૩.૫૦ ટકા કર્યો છે. નવા વ્યાજદર ૮ ઓગસ્ટ ૨૦૧૭થી અમલી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં SBIએ રૃ.૧ કરોડ અને એથી ઓછા બેલેન્સ પર બચત ખાતાનો વ્યાજદર ૦.૫ ટકા ઘટાડી ૩.૫ ટકા કર્યો હતો.
નોંધનીય છે કે બેન્ક ઓફ બરોડાએ રૃ.૫૦ લાખ સુધીના બેલેન્સ પરનો વ્યાજ દર ઘટાડી ૩.૫૦ ટકા કર્યો છે. કર્ણાટક બેન્કે પણ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજદર ઘટાડયા છે