નવી દિલ્હી : તાઇપેઇના તાઅોયુવાન ખાતે ચાલી રહેલી 12મી ઍશિયન ઍરગન ચેમ્પિયનશિપના બીજા દિવસે ભારતીય શૂટર્સે ઍક ગોલ્ડ અને બે સિલ્વર સહિત ત્રણ મેડલ જીત્યા હતા અને તેના કારણે મેડલ ટેલિમાં ભારત ટોચના સ્થાને પહોંચ્યું છે. ભારત વતી ગુરૂવારે રવિ કુમાર અને ઇલાવેનિલે સીનિયર વિભાગમાં 10 મીટર ઍર રાઇફલ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે જૂનિયર વિભાગમાં ઍક ગોલ્ડ અને ઍક સ્લિવર મેડલ ભારતીય શૂટર્સે જીત્યો હતો.
જૂનિયર વિભાગમાં 10 મીટર ઍર રાઇફલ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં મેહુલી ઘોષ અને કેવલ પ્રજાપતિની જાડી તેમજ શ્રેયા અગ્રવાલ અને યશ વર્ધનની જાડીઍ પહેલા અને બીજા ક્રમ સાથે ફાઇનલમાં ક્વોલિફાય કર્યુ હતું. ફાઇનલમાં જા કે શ્રેયા અને યશે 497.3 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે મેહુલી અને કેવલની જાડી તેમનાથી માત્ર 0.4 મેડલ જીત્યા છે.
