બોસ્ટન : ઈન્ડિયન-અમેરિકન શ્રી ગૌતમ એન યદામાની નિમણુંક તાજેતરમાં બોસ્ટન યુનિવર્સીટીમાં બોસ્ટન કોલેજ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક માટે ડીન તરીકે થઈ છે. હાલમાં તેઓ જયોર્જ વોરેન બ્રાઉન સ્કુલ ઓફ સોશિયલ વર્ક, વોશિંગ્ટન યુનિવર્સીટી સેંટ લુઈસ ખાતે આસિસ્ટન્ટ વાઈસ ચાન્સેલરની ફરજ બજાવે છે.
બોસ્ટન કોલેજના અત્યારના ડીન આલ્બર્ટો ગોડેન્ઝી જે છેલ્લા ૧૫ વર્ષોથી ડીન નું પદ સંભાળે છે. તેમના રિટાયરમેન્ટ બાદ જુલાઈથી શ્રી ગૌતમ યદાના આ કાર્યકાળ સંભાળશે.
શ્રી યદામાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદરણીય સંશોધત તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ સાઉથ એશિયા અને ચાઈનાના અવિકસીત અને ગરીબ વિસ્તારમાંઆવતા સામાજીક અને પર્યાવરણીય પડકારો કેન્દ્રિત આંતરશાખાકીય કામ કર્યા છે.
તેમના રિસર્ચમાં બહુચર્ચિત પ્રશ્નોના પરિક્ષણો કરવામાં આવ્યા છે. જેમ કે કેવી રીતે કોઈ સમુદાય સફળ રીતે પોતાનું સ્વ-સંચાલન કરે છે. અને આજીવિકા માટે મહત્વપૂર્ણ સામાન્ય સાધનો સામૂહિક ધોરણે પહોંચાડે છે. કેવી રીતે ગવર્મેન્ટ અને નોન-ગવર્મેન્ટ સંસ્થાઓ આ સમુદાય સાથે સહયોગ થી કામ કરે છે. વગેરે વગેરે….
શ્રી યાદામા અંગ્રેજી, તેલુગુ અને હિંદી ખુબ સારી રીતે જાણે છે. અને તેઓ બ્રાઉન સ્કુલ ઓફ સોશિયલ વર્કના ડાયરેકટર તરીકે તથા ભારતમાં, અઝેરબૈજાનમાં, મૌગોલિયામાં તથા રિપબ્લીક ઓફ જયોર્જીયામાં વિઝિટીંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. શ્રી યાદવે તાજેતરમાં ‘‘ફાયર્સ ફુલ એન્ડ ધ ફેટ ઓફ ૩ બિલિયન : ધ સ્ટેટ ઓફ ધ એનર્જી ઈમ્પોવરીસ્ડ” નામ પુસ્તક લખ્યું છે.
શ્રી યદામા ભારતમાં જન્મેલા છે. તથા તેઓ યુનાઈટેડ નેશન્સ ના એડમિનીસ્ટ્રેટરના પુત્ર છે. તેઓ તેમના હાઈસ્કુલના અભ્યાસ બાદ તેમના પરિવાર સાથે યુ.એસ. માં સેટલ થયાં હતાં. પેન્સિવિનીયા ની વિલ્કસ યુનિવર્સીટી માંથી તેમમે મેનેજમેન્ટની બેચલર ડિગ્રી મેળવી હતી તથા કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સીટી માંથી તેઓએ માસ્ટર ડીગ્રી તથા સોશ્યિલ પોલિસી એન્ડ પ્લાનીંગમાં ડોકટરલ કર્યુ હતું.