નવી દિલ્હી તા. ૩ : ૩૧ માર્ચના રોજ પોતાના યૂઝર્સને શાનદર ભેટ આપી હતી. પ્રાઈમ મેમ્બરશિપની તારીખ આગળ વધારવાની સાથે સમર સરપ્રાઈઝ ઓફર રજૂ કર હતી. જોકે જુલાઈ મહિનામાં આ સમર સરપ્રાઈઝ ઓફર પૂરી થઈ રહી છે અને યૂઝર્સે હવે કંપની દ્વારા રજૂ કરવામાં આવેલ પ્લાન્સમાંથી કોઈપણ એક પ્લાનની પસંદગી કરવી પડશે. ટૂંકમા હવે રિચાર્જ અથવા બિલિંગ માટે તૈયાર રહેવું પડશે. અમે તમને અહીં તમારા પ્લાનની વેલિડિટી કેવી રીતે ચેક કરશો તે જણાવીએ છીએ.
યૂઝર પોતાના પ્લાનની વિગત બે રીતે ચેક કરી શકે છે. એક છે MyJio એપ અને બીજી છે જિઓની વેબસાઈટ દ્વારા. MyJio દ્વારા પ્લાનની વિગતો ચેક કરવા માટે સૌ પ્રથમ MyJio તમારા પાસવર્ડ અથવા સિમ વેરિફિકેશન દ્વારા ઓપન કરો. એપ ઓનપ કર્યા બાદ જમણી બાજુ તમને બેલેન્સની વિગતો બતાવશે. જો તમે માત્ર સમર સરપ્રાઈઝ ઓફર અથવા જિઓ ધન ધના ધન ઓફરનો ઉપયોગ કરો છો અને અન્ય કોઈ ટોપઅપ કરાવ્યું નહીં હોય તો તમારું બેલેન્સ ઝીરો દર્શાવશે. તમારા પ્લાનની વેલિડિટી જાણવા માટે એપમાં મુખ્ય મેન્યૂમાં માય પ્લાન બટન પર કિલક કરો જે ડાબી બાજુ હશે. તેમાં તમને તમારા પ્લાનની વિગતો દર્શાવશે. જેમાં વેલિડિટી, રકમ, એસએમએસ અને ડેટા કેટલો બાકી છે વગેરે વિગતો દર્શાવવામાં આવેલી હશે.
ઉપરાંત યૂઝર્સ ઓનલાઈન પણ પ્લાનની વિગતો ચેક કરી શકે છે. તેના માટે તમારે jio.com વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાં જમણી બાજુ સાઈન ઈન પર કિલક કરવાનું રહેશે. તમારા પાસર્ડ અને યૂઝર્સનેમ અથવા OTPદ્વારા સાઈન ઇન થઈ શકો છો.
લોગઇન થયા બાદ તમે ટોમ પર બેલેન્સની વિગતો દર્શાવશે. “Summary” હેડિંગ નીચે તમને તમારા હાલના પ્લાનના બાકી દિવસોની વિગતો જોઈ શકશો. તમારા પ્લાનની વેલિડિટી ચેક કર્યા બાદ તમે ત્યાંથી રીચાર્જ કરાવી શકો છો. જે માય પ્લાન ઓપ્શન અંતર્ગત ઉપલબ્ધ છે. જો તમે રિચાર્જ ઓપ્શન પર કિલક કરશો તો તમે રિચાર્જના અલગ અલગ ઓપ્શન દર્શાવશે.