મુંબઈ ની મેટ્રોપોલિટન કોર્ટે NCBને રિમાન્ડ ના આપ્યા, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપી આર્યન ખાન ને મોકલી આપ્યો છે…
7 ઓક્ટોબરે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત 8 અન્ય લોકો ને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આર્યન ખાન સહિત 8 અન્ય આરોપી NCB ઓફિસમાં રહ્યા છે. આર્યન ખાન સહિત અન્ય આરોપીઓ નો કોવિડ રીપોર્ટ ના હોવા ને કારણે હજી સુધી જેલમા મોકલવામાં આવ્યા નથી. મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી.
NCBએ 11 ઓક્ટોબર સુધીના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ મેટ્રોપોલિટન કોર્ટે આ વાત નકારી દીધી હતી. કોર્ટે માત્ર જ્યુડિશિયલ કસ્ટડી આપી હતી. જોકે આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી કરવાની અપીલ કરી હતી. તથા એડિશનલ સોલિસિટર જનરલ એ જામીન આપવાનો વિરોધ કર્યો હતો અને પછી કોર્ટે પણ ફગાવી દીધી હતી. આજે એટલે 8 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે જામીન અરજી પર સુનાવણી થશે.
શાહરૂખ ની પત્ની અને આર્યન ની માતા ગૌરી ખાનનો 51મો જન્મદિવસ
ગૌરી ખાનનો આજે જન્મ દિવસ છે અને આજે જો આર્યન ખાન ને જામીન મળી જાય તો ગૌરી ખાન ની આજ ના દિવસે એક સારી ભેટ મળવાની આશા છે. આ પ્રસંગે મન્નતમાં શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરુંતુ આર્યનની ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ થયા બાદ આ સેલિબ્રેશન કેન્સલ કરી દેવામાં આવ્યું છે.
કોર્ટ મા મોટી સંખ્યા માં લોકો ઉમટી પડયા હતા
હાઇ પ્રોફાઇલ કેસ હોવાથી કોર્ટ રૂમમાં ભીડ જમા થઈ ગઈ હતી. બચાવ પક્ષના વકીલે જજને વિનંતી કરી હતી કે જે લોકોનો કેસ સાથે સંબંધ ના હોય તે લોકો ને કોર્ટ રૂમની બહાર મોકલવામાં આવે. જજે કેસ સંબંધિત લોકોને હાથ ઉપર કરવાનું કહ્યું અને બાકીના લોકોને બહાર જવાનો આદેશ આપ્યો હતો.
કોવિડ રિપોર્ટ ના હોવાથી જેલમાં ના મોકલી શકાયા
NCBના ઝોનલ ડિરેક્ટરે કોર્ટને આગ્રહ કરી હતી કે આર્યન ખાન સહિતે અન્ય તમામ આરોપીઓને NCB ની લોકઅપમાં જ રાખવામાં આવે, પરુંતુ સાંજે છ વાગ્યા પછી કોવિડ રિપોર્ટ વગર જેલમાં આરોપીની એન્ટ્રી થઈ શકતી નથી, આથી NCB પાસે જ તમામ આરોપીના રિમાન્ડ રહે, જેને કોર્ટે માન્ય રાખ્યું હતું.