સોમનાથ: ગુજરાત વિધાન સભાની ચૂંટણી નજીક હોય ભાજપ, કોંગ્રેસ અને આપ બાદ હવે એક નવો જ પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે તેવા સંકેત દેખાયા હતા.
OBC નેતા અલ્પેશ ઠાકોરની વિજય સંકલ્પ યાત્રાની સોમનાથમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આશરે 200 ગાડીના કાફલા સાથે 2 હજારથી વધુ સમર્થકો અને OBCના કાર્યકરોએ સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કર્યા હતા.
OBCના નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યા અનુસાર, દિલ્હીના રાજકીય નેતાઓએ સંપર્ક કરતા સોમનાથ ખાતે તાત્કાલિક ઓબીસી એકતા મંચની બેઠક બોલાવવી હતી.
વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી, શિક્ષણ, ખેડૂતોને પુરતું પાણી, રોજગારી અને રામમંદિરની માંગ કરી હતી. આ 5 માંગ આગામી 50 દિવસમાં ભાજપ કે કોંગ્રેસ દ્વારા નહિ સંતોષાય તો 58માં દિવસથી ચુંટણીમાં ઝંપલાવશે તેવું ચીમકી ઉચ્ચારી હતી. ‘ચલો ગાવ ચલે’ તેનું સૂત્ર છે. અલ્પેશ ઠાકોરે આગામી 77 વિધાનસભામાં સત્તા સંકલ્પ સંમેલનો અને 3 મહા સંમેલનોનું આયોજન કરાશે.
અલ્પેશ ઠાકોર રાજનીતીમાં ઝંપલાવી નવો પક્ષ બનાવશે કે પછી ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાશે તે સમય જ બતાવશે.