પ્રખ્યાત એવી બે ઈ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને અમેઝોનને આજે નોટિસ ફટકારવામાં આવી છે. દેશની અૌષધિ નિયંત્રક એટલેકે DCGI એ દેશ વિદેશના કેટલાય પ્રખ્યાત કોસ્મેટિક ઉત્પાદનોના નામે નકલી અને ભેળસેળ વાળો સામાન વેચવવાના આરોપમાં ફ્લિપકાર્ટ અને અમેઝોનને નોટિસ ફટકારી છે.
આટલું જ નહીં પણ આ સાથે તેમને 10 દિવસમાં બંને કંપનીઓ તરફથી પોતાનો જવાબ રજૂ કરવા માટે પણ સુચન કરવામાં આવ્યું છે. જો આમાં કોઈ ગડબડ તશે તો તેના પરિણામ રૂપે દંડાત્મક પગલા લેવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આ અૌષધિ નિરિક્ષકોએ 5-6 ઓક્ટોબરના રોજ પણ દેશની કેટલીક પ્રતિષ્ઠિત કંપનીઓ પર રેડ પાડી હતી. આ પછી ભારતીય નિયંત્રક એટલે કે એ નોટિસ જાહેર કરી છે. રેડ દરમીયાન કેટલોક જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ બાદ ભારતીય અૌષધિ નિયંત્રકે DCGI એ નોટિસ જાહેર કરી હતી, જેમાં રેડ દરમિયાન કેટલોક જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ જપ્ત કરવામાં આવેલા જથ્થાને ઈ-કોમર્સ કંપનીઓના વેબસાઈટના માધ્યમથી વેચવામાં આવી રહ્યો હતો. અમેઢોન ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જ્યારે પણ આવો મામલો સામે આવે છે ત્યારે કંપની નકલી ઉત્પાદકોના વેચાણ પર કાર્યવાહી કરે છે. અમે ગ્રાહકોનું પુરુ ધ્યાન રાખીયે છીએ.