ભારતના સૌથી ધનિક પરિવાર અંબાણીનો પુત્ર અનંત અંબાણી નવા વર્ષના દિવસે જ દ્વારકા મંદિરે પહોંચ્યો હતો. જ્યાં તેણે દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનના કર્યા હતાં. આ ઉપરાંત અનંતની સાથે ગુજરાતી ઉદ્યોગપતિની પુત્રી રાધિકા મર્ચન્ટે પણ દ્વારકાધિશના દર્શન કર્યાં હતાં. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઇને પાદુકા પૂજન તેમજ ગોવર્ધન પૂજા કરી હતી.
નવા વર્ષની શરઆતમાં દ્વારકા મંદીરે લાખો લોકોની ભીડ દર્શન કરવા માટે ઉમટી હતી. આ લોકોની સાથે ભારતના સૌથી ધનીક વ્યક્તિનો પુત્ર અનંત અંબાણી પણ અહીં દર્શન કરવા પહોંચતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું. જ્યાં અનંત અને રાધિકાએ દ્વારકાધિશના દર્શન કર્યાં હતાં. આ ઉપરાંત ભગવાનની પૂજા-અર્ચના પણ કરી હતી.
રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે. તેના પિતા વિરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેર, એન્કર પોલિમર, હેલસ્યોન લેબ્ઝ જેવી કંપનીઓ ધરાવે છે. કચ્છી ભાટિયા કુટુંબના વિરેન મર્ચન્ટના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ (ખટાઉ) પણ ધીરુભાઈ અંબાણીની જેમ જ સાધારણ ટ્રેડરમાંથી અગ્રણી ઉદ્યોગપતિ બન્યા હતા.