No One Wants to Do Business with Indians: રેડિટ પર યુઝરના દાવા બાદ ચર્ચા, ‘ભારતીયો સાથે કોઈ વ્યવસાય કરવા માંગતું નથી’
No One Wants to Do Business with Indians: એક રેડિટ યુઝરે તાજેતરમાં એવી દલીલ કરી કે જ્યારે તે બિન-ભારતીય નામથી ઈમેઈલ મોકલે છે, ત્યારે તેને સારા પ્રતિસાદ મળે છે, પણ જ્યારે તે ભારતીય નામથી ઈમેઈલ મોકલે છે, ત્યારે જવા જોગ પ્રતિસાદ નથી મળતા. આ પોસ્ટ વાઈરલ થતા જ મોટી ચર્ચા શરુ થઈ.
ભારતીયો સાથે ભેદભાવ કે અન્ય કોઈ કારણ?
યુઝરે જણાવ્યું કે, “આમ, ભારતીયો સાથે કોઈપણ વ્યવસાય કરવા નથી માંગતું. આ ભેદભાવ ભારતીય વ્યવસાય સંસ્કૃતિને કારણે છે કે અન્ય કોઈ કારણ છે?”
Why does nobody want to do business with Indians?
byu/NerdCurry inAskIndia
લોકોની પ્રતિક્રિયા
પોસ્ટ પર અનેક યુઝર્સે પ્રતિસાદ આપતા કહ્યું કે વિદેશમાં ભારતીય બિઝનેસ ઈમેઈલ્સ અને કોલ્સને સ્પેમ તરીકે જોવામાં આવે છે. કેટલાકએ કહ્યું કે ભારતીયો વિશ્વસનીયતા અને ગ્રાહક સેવા માટે નબળી છબી ધરાવે છે. વળી, ભારતીય બજારમાં નફાનું માર્જિન ઓછું હોવાથી પણ વૈશ્વિક કંપનીઓ ભારતીય ગ્રાહકો તરફ ઓછું ઝૂકે છે.
આ વિવાદાસ્પદ પોસ્ટને લઈને વિવિધ મંતવ્યો સામે આવી રહ્યા છે, જેમાં કેટલાક યુઝર્સે ભારતીય વ્યવસાય પદ્ધતિઓમાં સુધારા લાવવાની સલાહ પણ આપી.