Kumar Vishwas: India’s Got Lalent વિવાદ પર કુમાર વિશ્વાસની પ્રતિક્રિયા, વીડિયો જુઓ!
Kumar Vishwas: કવિ કુમાર વિશ્વાસે “ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ” શોમાં દેખાઈ આવેલી અશ્લીલતા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે આ શોમાં ઘણી ગંદી સામગ્રી રજૂ કરવામાં આવી હતી. ઘણા લોકોએ મને આ મુદ્દે બોલવા કહ્યું, પણ હું અત્યાર સુધી ચૂપ રહ્યો. કાલિદાસ, જે આપણા મહાન કવિઓમાંના એક છે, તેમનું એક માત્ર અધૂરું મહાકાવ્ય “કુમારસંભવ” છે. આ મહાકાવ્ય ભગવાન શંકર અને માતા પાર્વતીના મિલન અને તેમના પુત્ર કાર્તિકેયના જન્મને આધારે લખાયું છે.
કુમાર વિશ્વાસે સમજાવ્યું કે કાલિદાસે માતા પાર્વતીના અપર્ણ વ્રતથી શરુ કરી, પછી શંકરજી અને માતાજીના પ્રથમ મિલનનું વર્ણન કર્યું. આ બધું સ્વીકાર્ય હતું, પણ જયારે તેમણે શયનખંડના વર્ણન તરફ આગળ વધવા માંડ્યું, ત્યારે માતા પાર્વતીએ દેવી સરસ્વતીને બોલાવીને પૂછ્યું, “આ મૂર્ખ કોણ છે, જે માતાપિતાના અંગત ક્ષણોનું વર્ણન કરી રહ્યો છે?” સરસ્વતીએ જવાબ આપ્યો કે એ વિશ્વના મહાન કવિ કાલિદાસ છે. ત્યારે માતા પાર્વતીએ કહ્યું, “હસે કવિ, પણ હું આજથી તેને એક પણ શબ્દ લખવાની પરવાનગી નહીં આપું.”
शब्द ब्रम्ह है ईश्वर है, अगर इसका अपमान करोगे तो चाहे कितने भी बड़े कालिदास हो सरस्वती रूठ जाएंगी
युग-कवि आदरणीय @DrKumarVishwas जी ने India’s Got latent जैसे मंचों पर परोसे जा रहे अश्लीलता पर पहली बार अपनी प्रतिक्रिया दी है pic.twitter.com/nBJ2SLfKYQ
— Kumar Vishwas Office (@OfficeOfDKV) March 15, 2025
આ પછી કાલિદાસ પોતાના શબ્દ-કૌશલ્ય ગુમાવી બેઠા અને લખી શક્યા નહીં. કુમાર વિશ્વાસે આ ઉદાહરણ આપતા કહ્યું કે “શબ્દ બ્રહ્મ છે, ભગવાન છે. જો તેનું અપમાન કરશો, તો ગમે તેટલા મહાન હોય, પરિણામ ભોગવવા પડશે.”
આ વિવાદ સાથે જોડાયેલી વધુ જાણકારી માટે, @OfficeOfDKV દ્વારા શેર કરેલ વિડિઓ જોવા મળી શકે છે.