WhatsApp Privacy Feature: શું WhatsApp પર અજાણ્યા લોકો મેસેજ મોકલીને હેરાન કરે છે? તરત આ સેટિંગ ઓન કરો
WhatsApp Privacy Feature: WhatsAppમાં એક એવી સુવિધા છે જે અજાણ્યા નંબરોથી આવતા મેસેજને બ્લોક કરી શકે છે. જોકે, આનો અર્થ એ નથી કે બધા અજાણ્યા મેસેજ બ્લોક કરવામાં આવશે. આ સુવિધા ફક્ત ત્યારે જ કામ કરે છે જ્યારે કોઈ અજાણ્યો નંબર તમને સતત મેસેજ મોકલવાનું શરૂ કરે છે. આને “Block Unknown Account Messages” તરીકે ઓળખવામાં આવે છે, અને આ સેટિંગ WhatsAppના પ્રાઈવસી ઓપ્શનસમાં છુપાયેલા હોય છે.
WhatsApp Privacy Feature: તેને કેવી રીતે ઓન કરવું
સૌથી પહેલા વોટ્સએપ ખોલો.
ત્યારબાદ સ્ક્રીનના જમણે ઉપરના ત્રણ ડોટ્સ (થ્રી ડોટ આઈકન) પર ક્લિક કરો.
ત્રણ ડોટ્સ પર ક્લિક કર્યા બાદ “Settings” વિકલ્પ દેખાવા લાગશે, તે પર ટૅપ કરો.
હવે “Privacy” વિકલ્પ પર ક્લિક કરો.
પ્રાઈવસી પેજના નીચે સ્ક્રોલ કરો અને “Advanced” વિકલ્પ પર ક્લિક કરો.
અહીં તમને “Block Unknown Account Messages” ફીચર મળશે, જેને તમે ઓન કરી શકો છો.
આ ફીચર ઓનકરવાથી, જો કોઈ અજાણ્યો વ્યક્તિ સતત મેસેજ મોકલે છે, તો તે આપમેળે બ્લોક થઈ જશે.