WhatsApp New Features: હવે સેલ્ફીથી સ્ટિકર બનાવો, મેટા AI વિજેટ પણ જલ્દી આવશે
WhatsApp New Features: મેટાએ વોટ્સએપ માટે 2025 નું પ્રથમ અપડેટ જાહેર કર્યું છે, જેમાં યુઝર્સના અનુભવને વધુ સારું બનાવવા માટે ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. હવે તમે મેસેજ પર ઝડપી રિએક્શન આપી શકો છો, સેલ્ફીને સ્ટિકરમાં બદલી શકો છો અને સ્ટિકર પૅક્સ શેર કરી શકો છો. ઉપરાંત, ફોટો અને વિડિયો શેર કરવા માટે નવો ફિલ્ટર વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
ફીચર્સની ખાસિયતો
1. રિએક્શન આપવા માટે સહેલી રીત
– હવે મેસેજ પર ડબલ-ટૅપ કરીને તરત જ રિએક્શન આપી શકાય છે.
કેવી રીતે ઉપયોગ કરવો:
– વોટ્સએપ ચેટ ખોલો અને મેસેજ પર ડબલ-ટૅપ કરો.
– સામે દેખાતા ઈમોજીમાંથી તમારું પસંદ કરેલું ઈમોજી પસંદ કરો.
2. સેલ્ફીથી બનાવો સ્ટિકર
– હવે તમારી સેલ્ફીને સ્ટિકરમાં બદલીને મિત્રોને મોકલી શકો છો.
સેલ્ફી સ્ટિકર કેવી રીતે બનાવવું:
– ચેટ સ્ક્રીન પર ટાઈપિંગ ફિલ્ડ પાસેના સ્ટિકર વિકલ્પ પર ટૅપ કરો.
– “Create” વિકલ્પ પર ક્લિક કરો અને કેમેરા બટન પસંદ કરો.
– તમારી સેલ્ફી લો અને તેને સ્ટિકરમાં બદલો.
3. સ્ટિકર પૅક્સ શેર કરો
– ડાઉનલોડ કરેલા સ્ટિકર પૅક્સને સરળતાથી મિત્રોને મોકલો.
કેવી રીતે શેર કરવું:
– જે ચેટમાં સ્ટિકર પૅક મોકલવું હોય તે ખોલો.
– સ્ટિકર પૅકના ત્રણ ડોટ્સ પર ટૅપ કરો અને “સેન્ડ” વિકલ્પ પસંદ કરો.
મેટા AI વિજેટ
– મેટા ટૂંક સમયમાં વોટ્સએપ પર Meta AI વિજેટ રજૂ કરવાની તૈયારીમાં છે, જે યુઝર્સને AI સેવાઓ સુધી ઝડપથી પહોંચી વળવામાં મદદ કરશે.
આ બધા નવા ફીચર્સ વપરાશકર્તાઓના અનુભવને વધુ ઉત્તમ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યા છે.