મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ હવે 3 નવા વિકલ્પ લઈને આવી રહ્યું છે. આ એપમાં હવે નવા ત્રણ ફીચર્સ ઉમેરાશે. આ ફીચર્સથી યુઝર્સને ફાયદો થશે. આ નવા ફીચરમાં વેકેશન મોડ, લિંક્ટ સોશિયલ મીડિયા અકાઉન્ટ અને સાયલન્ટ મોડનો સમાવેશ થાય છે.
વેકેશન મોડ
નામ પ્રમાણે આ ફીચર કામ આપશે. જ્યારે તમે રજા પર હોય ત્યારે જો વોટ્સઅપના નોટિફીકેશનથી દૂર રહેવું હોય તો આ મોડ તમને કામ લાગશે. આ મોડના કારણે તમે પરીવાર કે મિત્રો સાથે શાંતિથી વેકેશન માણી શકશો. જો કે હાલના તબક્કે આ ફીચર એન્ડ્રોઈડ અને સાઈઓએસ બે પ્લેટફોર્મ માટે જ છે.
લિંક્ડ સોશિયલ મીડિયા
આ ફીચરથી તમે વોટ્સઅપને પણ ફેસબુક, ટ્વીટર, લિંક્ટઈન, ઈંસ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા સાથે લિંક્ડ કરી શકશો. તેનાથી એક જ એપમાં તમને બધા જ સોશિયલ મીડિયાના નોટિફિકેશન મળી જશે.
સાયલેન્ટ મોડ
આ વિકલ્પ સ્નૂઝ કરવા કરતા પણ સારો સાબિત થશે. તેનાથી તમે ચેટને સાયલેન્ટ કરી શકશો. ચેટના નોટિફિકેશન મ્યૂટ થઈ જશે અને ચેટ પણ આર્કાઈવ થઈ જશે. આ ઉપરાંત વોટ્સએપમાં એવું ફીચર પણ આવશે જેનાથી તમે જાણી શકશો કે તમારા વોટસએપ મેસેજ કોણ ચેક કરી રહ્યું છે