Manipur: શું મણિપુરમાં સ્ટારલિંકનો ઉપયોગ થઈ રહ્યો છે? ઈલોન મસ્કના જવાબે સૌને આશ્ચર્યચકિત કરી દીધા!
Manipur: સુરક્ષા દળોએ તાજેતરમાં ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કેરાવ ખુનાઉમાં દરોડા દરમિયાન શસ્ત્રો અને દારૂગોળો સાથે કેટલાક ઇન્ટરનેટ ઉપકરણો જપ્ત કર્યા હતા. ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સે ટ્વિટર પર જપ્ત વસ્તુઓની તસવીરો શેર કરી હતી. આ પછી સોશિયલ મીડિયા યુઝર્સે જોયું કે એક ડિવાઈસ પર ‘સ્ટારલિંક લોગો’ હતો. આ ઉપરાંત, તે સ્ટારલિંક ઉપકરણ જેવું પણ દેખાતું હતું.
સ્ટારલિંક જેવા ઉપકરણની શોધને કારણે મણિપુરમાં ખળભળાટ મચી ગયો છે. હવે સુરક્ષા એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. આ દરમિયાન સ્પેસએક્સના સંસ્થાપક એલોન મસ્કનું નિવેદન પણ સામે આવ્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં, એલોન મસ્કએ કહ્યું કે ભારત ઉપર સ્ટારલિંક સેટેલાઇટ બીમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે તમામ દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં સ્ટારલિંક ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Acting on specific intelligence, troops of #IndianArmy and #AssamRifles formations under #SpearCorps carried out joint search operations in the hill and valley regions in the districts of Churachandpur, Chandel, Imphal East and Kagpokpi in #Manipur, in close coordination with… pic.twitter.com/kxy7ec5YAE
— SpearCorps.IndianArmy (@Spearcorps) December 16, 2024
એલોન મસ્કએ એક્સ યુઝરને જવાબ આપ્યો
આ પછી એક એક્સ યુઝરે પોસ્ટ કર્યું, ‘@Starlinkનો આતંકવાદીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આશા છે કે @elonmusk આ તરફ ધ્યાન આપશે અને આ ટેકનોલોજીના દુરુપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરશે. જે બાદ ઈલોન મસ્કે જવાબ આપ્યો, ‘આ ખોટું છે. ભારત ઉપર સ્ટારલિંક સેટેલાઇટ બીમ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટારલિંક જેવા સાધનોની પુનઃપ્રાપ્તિએ એજન્સીઓને પણ તપાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે કે સાધનો સંઘર્ષગ્રસ્ત રાજ્યમાં કેવી રીતે પહોંચ્યા. તમને જણાવી દઈએ કે મસ્કની સ્ટારલિંક, જે સેટેલાઇટ ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે, તેની પાસે ભારતમાં ઓપરેટ કરવાનું લાઇસન્સ નથી.