Social Media Ban
Social Media Ban: બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે ફરી એકવાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. જે બાદ દેશમાં Instagram, Facebook, TikTok સહિતની સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Bangladesh Social Media Apps Ban: લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ Instagram, Facebook, TikTok અને YouTube પર બાંગ્લાદેશમાં અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે ફરી વિરોધ શરૂ થયો છે.
સોશિયલ મીડિયા એપ્સ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને લઈને બાંગ્લાદેશ સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જોકે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ તેના અહેવાલમાં પ્રતિબંધ વિશે માહિતી આપી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં સરકારે Instagram, TikTok, YouTube અને WhatsApp સહિત લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા શુક્રવારે આ પ્રતિબંધની જાણકારી ગ્લોબલ આઈઝ ન્યૂઝ દ્વારા તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી હતી.