Realmeએ નવી મિડ-બજેટ નંબર સિરીઝ લોન્ચ કરી, Realme 14 Pro અને Realme 14 Pro+ ની ખાસિયતો જાણો
Realme એ 2025 ની શરૂઆત તેની મિડ-બજેટ નંબર સીરીઝ લોન્ચ સાથે કરી છે, જે ગયા વર્ષની Realme 13 Pro સીરીઝને બદલે છે. નવી સીરીઝ, Realme 14 Pro અને Realme 14 Pro+, સુધારેલા કેમેરા ફીચર્સ અને હાર્ડવેર અપગ્રેડ સાથે આવે છે. આ બંને ફોન દેખાવમાં સમાન હોવા છતાં, તેમના સ્પેક્સમાં મુખ્ય તફાવત છે.
Realme 14 Pro+ 5G:
ડિસ્પ્લે: 6.83-ઇંચ 1.5K કર્વ્ડ AMOLED, FHD+ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ, કોર્નિંગ ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન, પંચ-હોલ ડિઝાઇન અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર.
પ્રોસેસર: Qualcomm Snapdragon 7s Gen 3.
RAM અને સ્ટોરેજ: 12GB સુધી RAM, 256GB સ્ટોરેજ (વર્ચ્યુઅલી એક્સપાન્ડેબલ).
બેટરી: 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે 6,000mAh ટાઇટેનિયમ બેટરી.
કેમેરા: ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ: 50MP મુખ્ય OIS, 50MP ટેલિફોટો, 8MP અલ્ટ્રા-વાઇડ; 32MP ફ્રન્ટ કેમેરા.
સોફ્ટવેર: એન્ડ્રોઇડ 15 આધારિત Realme UI 5.0.
વધારાની સુવિધાઓ: IP68/69 રેટિંગ, કોલ્ડ-સેન્સિટિવ કલર-ચેન્જિંગ, અને WiFi 6E, 5G, NFC કનેક્ટિવિટી.
Realme 14 Pro 5G:
ડિસ્પ્લે: 6.74-ઇંચ કર્વ્ડ AMOLED, 120Hz રિફ્રેશ રેટ.
પ્રોસેસર: મીડિયાટેક ડાયમેન્સિટી 7300 એનર્જી.
રેમ અને સ્ટોરેજ: 8GB રેમ, વર્ચ્યુઅલી 8GB સુધી એક્સપાન્ડેબલ.
બેટરી: 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે 6,000mAh બેટરી.
કેમેરા: ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ: 50MP મુખ્ય OIS, 13MP અલ્ટ્રા-વાઇડ, 2MP મેક્રો; 16MP ફ્રન્ટ કેમેરા.
સોફ્ટવેર: એન્ડ્રોઇડ 15 આધારિત Realme UI 5.0.
Meet #realme14ProSeries5G!
A true game-changer with color-changing design, bezel-less quad curve display & unmatched features across imaging, performance, and durability. #SoClearSoPowerful
Join the live stream: https://t.co/8XdHQbUSYW pic.twitter.com/6Mevytz9Ek
— realme (@realmeIndia) January 16, 2025
કિંમત અને ઉપલબ્ધતા:
Realme 14 Pro+: ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: 8GB + 128GB (₹27,999), 8GB + 256GB (₹29,999), 12GB + 256GB (₹32,999). પહેલો સેલ 23 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે Flipkart અને Realme ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે, જેમાં ₹4,000 સુધીની બેંક ઑફર્સ મળશે.
Realme 14 Pro: બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: 8GB + 128GB (₹22,999), 8GB + 256GB (₹24,999). પહેલો સેલ 23 જાન્યુઆરીએ પણ છે, જેમાં ₹2,000 બેંક ઑફર્સ મળશે.
Realme 14 Pro શ્રેણી પર્લ વ્હાઇટ, સુએડ ગ્રે અને બિકાનેર પર્પલ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.