OPPOનું નવું ટેબલેટ 12GB રેમ અને 9510 mAh બેટરી સાથે લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
OPPO: સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ તાજેતરમાં પોતાની નવી ટેબલેટ OPPO Pad 3 લોન્ચ કર્યો છે. હાલમાં આ ટેબલેટ માત્ર ચીની બજારમાં ઉપલબ્ધ છે. આ ટેબલેટમાં અનેક શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ટેબલેટમાં 12GB RAM સાથે 9510mAhની મજબૂત બેટરી પણ મળી રહી છે. તેનું ડિઝાઇન કાફી સ્ટાઇલિશ અને સ્લીક છે.
OPPO Pad 3 ના સ્પેસિફિકેશન
- ડિસ્પ્લે
OPPO Pad 3માં 11.61 ઈંચની 2.8K ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 2800×2000 પિક્સલ રિઝોલ્યુશન છે. આ ડિસ્પ્લે 144Hz વેરિએબલ રિફ્રેશ રેટ, 480Hz ટચ સેમ્પલિંગ રેટ અને 700 નિટ્સ પીક બ્રાઈટનેસ સપોર્ટ કરે છે. સ્ક્રીનની એસ્પેક્ટ રેશિયો 7:5 અને પિક્સલ ડેન્સિટી 296 PPI છે. - પ્રોસેસર અને સ્ટોરેજ
આ ટેબલેટ ઓક્ટા-કોર MediaTek Dimensity 8350 પ્રોસેસર અને Arm Mali-G615 MC6 GPU સાથે આવે છે.
RAM: 8GB / 12GB LPDDR5X
સ્ટોરેજ: 128GB / 256GB / 512GB (UFS 3.1)
આ ટેબલેટ Android 14 પર આધારિત ColorOS 15 પર કામ કરે છે. - કેમેરા
રિયર કેમેરા: 8 મેગાપિક્સલ
ફ્રન્ટ કેમેરા: 8 મેગાપિક્સલ - બેટરી અને ચાર્જિંગ
OPPO Pad 3માં 9510mAhની બેટરી છે, જે 67W Super VOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. - કનેક્ટિવિટી અને અન્ય ફીચર્સ
કનેક્ટિવિટી: Wi-Fi 6, Bluetooth 5.4, NFC, અને USB Type-C પોર્ટ
સ્પીકર્સ: 6 સ્પીકર્સ સાથે Hi-Res ઑડિયો સર્ટિફિકેશન
ડાયમેન્શન: લંબાઈ: 257.75 મીમી, પહોળાઈ: 189.11 મીમી, જાડાઈ: 6.29 મીમી અને વજન 533 ગ્રામ છે.
OPPO Pad 3 ની કિંમત
આ ટેબલેટ વિવિધ વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે. 8GB+128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 2099 યુઆન (લગભગ ₹24,400) છે. 8GB+256GB વેરિએન્ટની કિંમત 2399 યુઆન (લગભગ ₹27,890), 8GB+256GB (સોફ્ટ લાઈટ એડિશન) વેરિએન્ટની કિંમત 2599 યુઆન (લગભગ ₹30,215), 12GB+256GB વેરિએન્ટની કિંમત 2699 યુઆન (લગભગ ₹31,365), 12GB+256GB (સોફ્ટ લાઈટ એડિશન) વેરિએન્ટની કિંમત 2899 યુઆન (લગભાગ ₹33,690) અને 12GB + 512GB વેરિએન્ટની કિંમત 3099 યુઆન (લગભગ ₹36,015) છે. આ ટેબલેટ સ્ટાર ટ્રેક બ્રાઇટ સિલ્વર, સંસેટ પર્પલ અને નાઇટ બ્લૂ કલર માં ઉપલબ્ધ છે. ચીનમાં આ પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને 29 નવેમ્બરે વેચાણ શરૂ થશે.