iPhone SE 4: લોન્ચ પહેલાં આકર્ષક ડિઝાઇન લીક, જાણો સૌથી સસ્તા iPhoneની વિગતો
iPhone SE 4: Appleના અપકમિંગ બજેટ સ્માર્ટફોન iPhone SE 4 વિશે છેલ્લા એક વર્ષથી ચર્ચાઓ ચાલું છે. ઘણા લીક્સ અને રિપોર્ટ્સમાં તેના ફિચર્સ અને ડિઝાઇન વિશે ખુલાસો થયો છે. તાજેતરમાં માહિતી મળી છે કે કંપની તેને iPhone 16eના નામે પણ રજૂ કરી શકે છે. હવે તેના ડિઝાઇન સંબંધિત નવી તસવીરો સામે આવી છે.
iPhone SE 4: જો લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, એપલ 2025 ના પહેલા ભાગમાં iPhone SE 4 લોન્ચ કરી શકે છે. એવી શક્યતા છે કે તેને આઈપેડની સાથે બજારમાં લોન્ચ કરવામાં આવશે. જોકે, કંપનીએ હજુ સુધી આ ડિવાઇસ વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
સોશિયલ મીડિયા પર X (પૂર્વે Twitter) યુઝર Sonny Dickson દ્વારા iPhone SE 4ની ડમી યુનિટની તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં iPhone SE 4ના બેક પેનલ અને સાઇડ ફ્રેમના ડિઝાઇનની ઝલક જોવા મળી રહી છે, જે ઘણું હદ સુધી iPhone 4 જેવું દેખાય છે.
ડિઝાઇન અને ફિચર્સ
ફોનમાં સિંગલ રિયર કેમેરા સેન્સર અને તેની સાથે ફ્લૅશ લાઇટ આપવામાં આવી છે. તસવીરોમાં ફોનના બે જુદા જુદા કલર વેરિઅન્ટ જોવા મળી રહ્યા છે, જે સૂચવે છે કે તે ઓછામાં ઓછા બે કલર ઓપ્શનમાં લોન્ચ થઈ શકે છે. જો કે, ડમી યુનિટમાં Appleનું લોગો દેખાતું નથી, પરંતુ તેનું ડિઝાઇન Appleની શૈલીને સ્પષ્ટ કરે છે.
સાઇડ ફ્રેમમાં ઉપર વૉલ્યુમ રોકર બટન અને સાઈલેન્ટ અથવા જનરલ મોડમાં ફેરવવા માટે એક સ્લાઇડર બટન છે. નીચેની બાજુએ સિમ ટ્રેનું સેક્શન આપવામાં આવ્યું છે.
જૂના iPhone મોડેલ્સની ઝલક
iPhone SE 4ના બેક પેનલ અને સાઇડ ફ્રેમ જૂના iPhone મોડેલ્સથી પ્રેરિત છે. આ ફોન બજેટ રેન્જના ઉપયોગકર્તાઓ માટે પ્રીમિયમ અનુભવ આપવાની ખાતરી આપે છે. તેનું સ્ટાઇલિશ અને કોમ્પેક્ટ ડિઝાઇન એક ક્લાસિક Apple લૂકની ઝલક આપે છે.
iPhone SE 4નું લોન્ચ Appleના બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં નવી શરૂઆત સાબિત થઈ શકે છે. તે વપરાશકર્તાઓને પ્રીમિયમ ડિઝાઇન સાથે સસ્તું અનુભવ આપવાની આશા રાખે છે.