iPhone 15 Discount: 256GB વેરિએન્ટ પર મોટી છૂટ! ₹40,000 થી વધુની બચત
iPhone 15 Discount: જો તમે iPhone 15 ખરીદવાનું વિચારી રહ્યા હતા, પરંતુ તેની કિંમત વધારે હોવાથી રોકાઇ ગયા હતા, તો હવે તમારી પાસે તેને સસ્તી ખરીદવાનો શ્રેષ્ઠ મોકો છે. એમેઝોન પર ચાલી રહેલી Republic Day Saleમાં iPhone 15 પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. ખાસ કરીને iPhone 15 નું 256GB વેરિએન્ટ હવે તેની લોન્ચ કિંમત કરતા કાંઈક ઓછા મૂલ્યે ઉપલબ્ધ છે.
iPhone 15 Discount: એમેઝોન પર iPhone 15 256GB વેરિએન્ટ હવે માત્ર ₹68,499 માં લિસ્ટેડ છે, જયારે તેની ખરેખર કિંમત ₹89,600 હતી. એટલે કે, તમને 23% નો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે, જેનો અર્થ એ છે કે તમે ₹21,000 થી વધુની બચત કરી શકો છો.
SBI બેંક કાર્ડથી ચુકવણી કરતી વખતે ₹1,000 નો વધારાનો ડિસ્કાઉન્ટ, અને એમેઝોન પે બેલેન્સથી ચુકવણી કરતી વખતે ₹2,054 નું કેશબેક પણ મળી રહ્યું છે. જો તમે તમારા જૂના સ્માર્ટફોનનો એક્સચેન્જ કરો છો, તો ₹22,800 સુધીની છૂટ મેળવી શકો છો.
આ તમામ ઑફર્સનો લાભ ઉઠાવતાં, iPhone 15 256GB વેરિએન્ટ તમને ₹45,000 ની મોટી છૂટ સાથે મળી શકે છે. નોંધો કે આ ઑફર 19 જાન્યુઆરી સુધી જ ઉપલબ્ધ છે.
સપ્ટેમ્બર 2023 માં લોન્ચ થયો આ ફોન ગ્લાસ બેક પેનલ અને એલ્યુમિનિયમ ફ્રેમ સાથે આવે છે, અને IP68 રેટિંગ સાથે પાણી અને ધૂળથી સુરક્ષિત છે. તેમાં 6.1 ઇંચનું Super Retina XDR OLED પેનલ છે, જે HDR10+ સપોર્ટ કરે છે. આ ડિવાઇસ iOS 17 સાથે આવે છે, જેને તમે iOS 18.2.1 પર અપગ્રેડ કરી શકો છો.
iPhone 15 માં Apple A16 Bionic ચિપસેટ છે, જે શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે. આ ડિવાઇસ 6GB રેમ અને 512GB સુધી સ્ટોરેજ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. ફોનમાં 48MP નો પ્રાઇમરી કેમેરા અને 12MP નો સેકન્ડરી કેમેરા છે, સાથે જ સેલ્ફી અને વિડીયો કોલ્સ માટે 12MP નો ફ્રન્ટ કેમેરા પણ ઉપલબ્ધ છે.